રાજસ્થાનમાં ભજનલાલ સરકારે 9 જિલ્લાઓને રદ કરવાના નિર્ણય કેમ લીધો?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/gehlot-1024x590.jpg)
(એજન્સી) જયપુર, રાજસ્થાનમાં ભજનલાલ સરકારના નવ જિલ્લાઓને રદ કરવાના નિર્ણયનો કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરકારના નિર્ણયને દૂરંદેશી અને રાજકીય બદલો ગણાવ્યો હતો. પૂર્વ સીએમ અને કોંગ્રેસના ટોચના નેતા અશોક ગેહલોતે સોશિયલ સાઈટ પર Âટ્વટ કર્યું છે
તમને જણાવી દઈએ કે આ જિલ્લાઓ બનાવવાનો નિર્ણય ગેહલોત શાસન દરમિયાન લેવામાં આવ્યો હતો, પરંતુ ભજન લાલની સરકારે શનિવારે ગત સરકારના નિર્ણય વિરુદ્ધ નવ જિલ્લાઓને રદ કરવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના અલગ થયા બાદ રાજસ્થાન દેશનું સૌથી મોટું રાજ્ય બની ગયું હતું, પરંતુ તેના જિલ્લાઓનું કોઈ પુનર્ગઠન થયું નથી. મધ્યપ્રદેશ રાજસ્થાન કરતાં નાનું છે, છતાં તેમાં ૫૩ રાજ્યો છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ વહીવટી અધિકારી રામલુભાયાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી. તે સમિતિના સૂચનોના આધારે, તેમની સરકારે નિર્ણય લીધો હતો અને જિલ્લાઓની પુનર્ગઠન કરી હતી.
आज 49, सिविल लाइंस आवास पर भाजपा सरकार द्वारा नए जिलों एवं संभागों को खत्म करने के जनविरोधी निर्णय के खिलाफ प्रेस वार्ता की। pic.twitter.com/xPMhgPZ8QE
— Ashok Gehlot (@ashokgehlot51) December 29, 2024
તેમણે કહ્યું કે અમારી સરકારે માત્ર જિલ્લાઓની જાહેરાત જ નહીં પરંતુ કલેક્ટર, એસપી સહિત તમામ જિલ્લા સ્તરના અધિકારીઓની નિમણૂક પણ કરી અને દરેક જિલ્લાને સંસાધનોનું બજેટ પણ આપ્યું, પરંતુ ભાજપ સરકારે વેરની રાજનીતિ હેઠળ જિલ્લાઓને રદ કર્યા.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરા અને વિપક્ષના નેતા ટીકારામ જુલીએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને ૧ જાન્યુઆરી પછી આંદોલન કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરા અને વિપક્ષના નેતા ટીકારામ જુલીએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને ૧ જાન્યુઆરી પછી આંદોલન કરવાની જાહેરાત કરી હતી.