રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની માનગઢને રાષ્ટ્રીય સ્મારક બનાવાની માગ
અમદાવાદ, પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે વિધાનસભાનીં ચૂંટણી પહેલા વિવિધ જિલ્લાઓમાં વિક્સાકામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણના કામો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી માનગઢમાં આદિવાસીઓની જનસભાને સંબોધીત કરી હતી માનગઢ પહાલી ભીલ સમુદાય અને રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશની જનજાતીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
આગામી વર્ષે ગુજરાત સિવાય આ બંને રાજ્યોમાં પણ ચૂંટણી છે. માનવામાં આવે છે કે, મોદી માનગઢને લઇને મોટી જાહેરાત કરી શકે છે. સીએમ અશોક ગેહલોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેરાત કરવાની માંગ કરી છે રાજસ્થાનમાં આદિવાસી મતદાતા મોટી તાકાત છે રાજસ્થાનમાં આદિવાસી મતદાતા મોટી રાજનીતિક તાકાત છે.
પ્રદેશના ૮ જિલ્લા બાસવાડા, ડંગરપુર, ચિતૌડગઢ, ઉદયપુર, રાજસ્થાન, સિરોહી, પ્રતાપગાઢ અને પાલી આદિવાસી વિસ્તાર છે. અંહી ૩૭ વિધાનસભા બેઠક છે. ૩૭ માથી ૨૧ સીટ ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે ૧૧ અને ૩ અપક્ષ ઉમેદવાર પાસે છે બીટીપીના બે ધારાસભ્યો છે.
રાજસ્થાનમાં કુલ ૨૦૦ વિધાનસભા બેઠક છે. જેમાથી ૭૧ પર ભાજપનો કબ્જાે છે. જનજાતી ક્ષેત્રમાં બીટીપીનો પ્રભાવ ભાજપ અને કાૅંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. જેથી બંને નેતા જનજાતી મતોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે.
માનગઢમાં સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ૧૭ નવેમ્બર ૧૯૧૩ માં ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ડોઢ લાખથી વધારે લોકોએ માનગઢ હિલ્સમાં રેલી કરી હતી. આ સભા પર અંગ્રેજાેએ ગોળિઓ વરસાવી હતી. જેમા માનગઢ નરસંહાર થયો હતો. જ્યાં લગભગ પંદર સૌ આદિવાસી શહીદ થયા હતા. જેને જલિયાવાળા બાગ હત્યાકાંડ કરતા પણ વધારે મોટો માનવામાં આવે છે.HS1MS