ગુજરાત આવેલા રાજસ્થાનનાં મંત્રીના ભાજપ પર તેજાબી ચાબખા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ ખાતે આવેલ રાજસ્થાન સરકારના મંત્રી અને ભરૂચ લોકસભાના ઓબ્ઝર્વર ગોવિંદરામ મેઘવાલે ભારતિય જનતા પાર્ટીની સરકાર પર તેજાબી ચાબખા ફટકારી ગૂજરાત ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભરુચના રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાનાં કોગ્રસનાં કાર્યકરોને માર્ગદર્શન આપવા આવેલા રાજ્સ્થાનના મંત્રી ગોવિંદ રામ મેઘવાલે ભારતિય જનતા પાર્ટી ની કેંદ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મોંઘવારી કાબુમાં રાખવામાં સરકાર ને સફળતા મળી નથી તેમજ બેકારીની સમસ્યા માં વધારો થઈ રહ્યા છે.
અગ્નિવિર જેવી યોજના બેકારીની સમસ્યામાં વધારો કરશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. દૂધ દહી મોંઘા થઈ ગયા છે.લોકો મોઘવારી થી ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે રેલવે એરપોર્ટ બેકો જેવા જાહેર સાહસો એક પછી એક સરકાર વેચી રહી છે.ત્યારે હવે ગુજરાતની વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ નો વિજય થશે તેવો દાવો કર્યો હતો સાથેજ આમ પાર્ટીને ખાસ મહત્વ આપવુ જાેઈએ નહી તેમ પણ ગોવિંદ રામ મેઘવાલે જણાવ્યુ હતુ.