Western Times News

Gujarati News

રાજસ્થાનનનો ૧૧ રને પરાજય, RCBની ઘરઆંગણે પ્રથમ જીત

બેંગ્લોર, આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાનનો ૧૧ રને પરાજય થયો હતો. આરસીબીએ આ સિઝનમાં ઘરઆંગણે ત્રણ પરાજય બાદ પ્રથમ જીત નોંધાવી હતી.

આરસીબીએ કોહલીના ૭૦ રન તથા પડિક્કલના ૫૦ રનની મદદથી નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટે ૨૦૫ રનનો લડાયક સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં રાજસ્થાન નવ વિકેટે ૧૯૪ રન કરી શક્યું હતું.

મેન ઓફ ધ મેચ હેઝલવુડે ૩૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.રાજસ્થાનને છેલ્લી બે ઓવરમાં જીત માટે ૧૮ રનની જરૂર હતી અને પાંચ વિકેટ હતી ત્યારે હેઝલવુડે ૧૯મી ઓવરમાં જુરેલ (૪૭) તથા આર્ચરની બે બોલમાં બે વિકેટ ઝડપી અને ફક્ત એક રન આપ્યો હતો. ત્યારબાદ ૨૦મી ઓવરમાં યશ દયાલે શુભમ દુબે (૧૨) પ્રથમ બોલ પર સોલ્ટના હાથે કેચઆઉટ કરાવતા રાજસ્થાન પર દબાણ લાવ્યું હતું.

હસરંગા બે રન દોડવા જતા રન આઉટ થયો હતો અને દયાલે જીત માટે જરૂરી ૧૭ રનની સામે પાંચ રન જ આપ્યા હતા. રાજસ્થાન તરફથી જયસ્વાલે સર્વાધિક ૪૯ રન ફટકારતા મજબૂત પ્રારંભ અપાવ્યો હતો. યુવા બેટ્‌સમેન વૈભવે બે છગ્ગા ફટકારીને ૧૨ બોલમાં ૧૬ રનની ઈનિંગ્સ રમી હતી.

ડેથ ઓવર્સમાં રાજસ્થાનનો બેટિંગમાં ધબડકો થતા ૮૦ રનની અંદર છ વિકેટ ગુમાવી હતી. બેંગ્લોરની પ્રથમ બેટિંગમાં કોહલી ૪૨ બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૭૦ રન તથા પડિક્કલે ૨૭ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી બીજી વિકેટ માટે ૯૫ રન જોડ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.