રાજસ્થાનઃ મહિલાને નગ્ન કરી જાહેરમાં સ્નાન કરાવ્યું
ખાપ પંચાયતનો શરમજનક ફેંસલો-મહિલા પર આરોપ લગાવ્યો કે મહિલાને તેના પરિવારના યુવક સાથે આડા સંબંધ છેઃ ૪૦૦થી વધારે લોકો હાજર
સીકર, રાજસ્થાનના શેખાવાટી વિસ્તારમાં એક શરમજનક અને ડરામણી ઘટના સામે આવી છે. અહીં ખાપ પંચાયતે તમામ હદો પાર કરી દઈને મહિલા ઉપર પોતાના પરિવારના યુવક સાથે આડા સંબંધોનો આરોપ લગાવીને ઉવાંડા ઊભા થઈ જાય એવી સજા સંભળાવી હતી. આરોપી છે કે ખાપ પંચાયતે મહિલાને ર્નિવસ્ત્ર કરીને જાહેર રસ્તા ઉપર સ્નાન કરાવ્યું હતું.
ગત ૨૧ ઓગસ્ટે બનેલી આ ઘટનાને લઈને મંગળવારે સાંસી સમાજે પોલીસ અધિક્ષકને અજાણ્યા આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત કોરાના વાયરસ સમયમાં ૪૦૦થી વધારે લોકો એકઠાં થતાં તેમની સામે કોરોના ગાઈડલાઈન ભંગ હેઠળ ગુનો નોંધવામાં પણ આવે છે. અખિલ રાજસ્થાન સાંસી સમાજ સુધારક અને વિકાસ ન્યાયના પ્રદેશ અધ્યક્ષ સવાઈ સિંહ માલાવત તરફથી મંગળવારે સમાજના લોકો સાથે પોલીસ અધિક્ષકને આ સંબંધી અરજી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે ૨૧ ઓગસ્ટે જિલ્લાના સોલા ગામમાં થઈ હતી.
જ્યાં સાંસી સમાજની એક મહિલા અને તેના ભત્રીજાને નગ્ન કરી જાહેરમાં નવડાવી હતી. ખાપ પંચાયતે મહિલા ઉપર આરોપ લગાવ્યો હતો કે મહિલાને તેના પરિવારના યુવક સાથે આડા સંબંધ છે. આ ઘટના દરમિયાન આશરે ૪૦૦ લોકો હાજર હતા. પરંતુ કોઈએ આનો વિરોધ કર્યો ન હતો.
આ સમયે મહિલાના ફોટા પાડવામાં આવ્યા અને વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા. ખાપ પંચાયતમાં જે લોકો સામેલ હતા તેમની પાસેથી ૫૧ હજાર રૂપિયા પાછા લઈને મહિલાને અપાવવામાં આવેલ અને હાજર ભીડ સામે કોરોનાની એડવાઈઝરીના ઉલંઘન કરવાનો પણ કેસ નોંધવામાં આવે. SSS