રજત વર્મા માર્ચ 2025માં DBS બેન્ક ઈન્ડિયાના CEO તરીકે હોદ્દો સંભાળશે
વર્મા હાલમાં ડીબીએસ ઈન્ડિયા ખાતે ઈન્સ્ટિટ્યુશનલ બેન્કિંગ ગ્રુપના પ્રમુખ છેઃ સુરોજિત શોમ આગામી ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા પછી તેમની પાસેથી પદભાર સંભાળશે
સિંગાપોર, ડીબીએસ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી મંજૂરીને ધ્યાનમાં રાખતાં 1 માર્ચ, 2025થી અમલ સાથે ડીબીએસ બેન્ક ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે રજત વર્માની નિયુક્તિ કરવામાં આવી હોવાની ઘોષણા આજે કરવામાં આવી હતી.
વર્મા હાલમાં ડીબીએસ બેન્ક ઈન્ડિયા ખાતે ઈન્સ્ટિટ્યુશનલ બેન્કિંગ ગ્રુપ (આઈબીજી)ના હેડ છે. તેઓ 28મી ફેબ્રુઆરી, 2025ના રોજ સીઈઓ તરીકે નિવૃત્ત થઈ રહેલા સુરોજિત શોમનો પદભાર સંભાળશે. નવી ભૂમિકામાં વર્મા ડીબીએસની ગ્રુપ મેનેજમેન્ટ કમિટીનો ભાગ રહેશે.
2015માં ડીબીએસ બેન્ક ઈન્ડિયાના નિયુક્ત સીઈઓ તરીકે શોમે 2016માં ભારતની પ્રથમ મોબાઈલ- ઓન્લી બેન્ક ડિજિબેન્કના લોન્ચ થકી ઈન્ડિયા ફ્રેન્ચાઈઝનું નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે. તેમણે 2019માં ભારતમાં ડીબીએસના સબસિડિયરાઈઝેશન અને 2020માં લક્ષ્મી વિલાસ બેન્કની એકત્રીકરણની આગેવાની પણ કરી હતી. ડીબીએસ બેન્ક ઈન્ડિયા આજે 19 રાજ્યમાં 350થી વધુ સ્થળો ખાતે હાજરી ધરાવે છે અને 2020થી 2022 સુધી ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ બેન્કોની ફોર્બસની યાદીમાં ટોપ ત્રણમાં સ્થાન ધરાવે છે.
અનુભવી બેન્કર વર્મા ટ્રાન્ઝેકશનલ બેન્કિંગ, નાણાકીય સંસ્થાઓ, સક્ષમ ફાઈનાન્સ, માઈક્રો અને એસએમઈ બેન્કિંગ તેમ જ બ્રાન્ચ બેન્કિંગ સહિત કન્ઝ્યુમર અને કોર્પોરેટ બેન્કિંગમાં 27 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.
ડીબીએસમાં જૂન 2023માં આઈબીજીના હેડ તરીકે નિયુક્ત થયા ત્યારથી તેમણે તમામ ક્લાયન્ટ સેગમેન્ટમાં વેપારની નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. વર્તમાન કોર્પોરેટ સંબંધો મજબૂત બનાવીને, નવા ગ્રાહકોની પ્રાપ્તિ વધારીને અને વૃદ્ધિનાં ક્ષેત્રોમાં બહુઆયામમાં નવી તકો ઓળખીને તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
તેમની આગેવાનીમાં ડીબીએસને 2014માં ગ્લોબલ ફાઈનાન્સ દ્વારા બેસ્ટ બેન્ક ફોર સસ્ટેનેબલ ફાઈનાન્સ- ઈન્ડિયા તરીકે સન્માન મળ્યું છે. ડીબીએસમાં જોડાવા પૂર્વે તેઓ એચએસબીસી ઈન્ડિયા ખાતે કમર્શિયલ બેન્કિંગના મેનેજિંગ ડાયરેક્ટર અને કન્ટ્રી હેડ હતા.
ડીબીએસના સીઈઓ પીયુષ ગુપ્તાએ જણાવ્યું કે, ‘‘ભારત છેલ્લાં 30 વર્ષથી ડીબીએસ માટે મુખ્ય માર્કેટ રહી છે અને સુરોજિતની આગેવાનીમાં છેલ્લા એક દાયકામાં ડીબીએસ ઈન્ડિયાએ આકર્ષક વૃદ્ધિ કરીને સંસ્થાકીય બેન્કિંગ, સંપત્તિ અને રિટેઈલ સેગમેન્ટ્સમાં સંપૂર્ણ સેવા મંચ બની છે. અમે ડીબીએસ ઈન્ડિયાને આજે જે મુકામ પર છે ત્યાં સુધી મજબૂત ફ્રેન્ચાઈઝ તરીકે વૃદ્ધિ કરવામાં સુરોજિતના મજબૂત ધ્યેય અને ઉત્કૃષ્ટતા માટે એકધારી કટિબદ્ધતા માટે આભારી છીએ.
બેન્કિંગ અનુભવી રજતે 18 મહિના પૂર્વે અમારી સાથે જોડાયા ત્યારથી અમારો ભારતનો આઈબીજી વેપાર મજબૂત બનાવ્યો છે. અમારા મજબૂત મંચ સાથે ડીબીએસ આગામી વર્ષોમાં ભારતની વૃદ્ધિની ગાથામાં ભાગ લેવાનું ચાલુ રાખવા માટે ઉત્તમ સ્થિતિમાં છે. મને વિશ્વાસ છે કે રજત આ સિદ્ધિને આગળ લઈ જશે અને વેપારની નવી ઊંચાઈ સર કરશે.’’