દીકરી સાથે અલગ રહેતી ચારુના સંપર્કમાં છે રાજીવ
મુંબઈ, ચારુ અસોપા અને રાજીવ સેને હાલમાં જ તેમણે અલગ થવાનો ર્નિણય લીધો હોવાનો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસે પતિ પર કેટલાક ગંભીર આક્ષેપો લગાવ્યા હતો તે તેણે પણ પોતાના ગત વ્લોગમાં જવાબ આપતાં તે હજી પણ સુધારો કરવા તૈયાર હોવાનું કહ્યું હતું.
ચારુએ મીડિયા અને ફેન્સ સામે પોતાને બદનામ કર્યો અને આમ કરવાનું ટાળી શકાયું હોત તેમ રાજીવે કહ્યું હતું. તેણે વધુ એક વ્લોગ શેર કર્યો છે અને કહ્યું છે કે, તે હજી પણ ચારુના સંપર્કમાં છે અને તેને પોઝિટિવ રહેવા તેમજ દીકરી ઝિયાનાની સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે.
ચારુ અને પોતાના વિશે ફેન્સે કરેલા સવાલના જવાબ આપકાં તેણે કહ્યું હતું કે ‘હું તેના સંપર્કમાં છું અને મારા તરફથી તેની સાથે સારી રીતે રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું’. હું તેને વોટ્સએપ પર સારા મેસેજ મોકલતો રહું છું અને શારીરિક રીતે ભલે સાથે ન હોય તેમ છતાં હું તેની પડખે છું તેનો અહેસાસ કરાવતો રહું છું. આ સિવાય તેવી પણ ખાતરી કરું છું કે, ઝિયાના હેલ્ધી રહે. તેને જે કરવું છે તે કરવા દઈએ.
આ એ જ માર્ગ છે જે તે ઈચ્છતી હતી, હું તેને પોઝિટિવ રહેવા માટે પ્રોત્સાહિત કરું છું. તેને પ્રેમ આપતા રહેશો મિત્રો અને જાે તને સહાનુભૂતિ જાેઈએ તો ભરીભરીને આપજાે. તે જીતી રહી છે તેવો અનુભવ કરવા જઈએ, તે ખુશ છે અને આ દુનિયા તેના માટે છે’.
‘મારા માટે તે સ્થાયી રહે તે જરૂરી છે કારણ કે જાે તે પોઝિટિવ રહે છે તો ઓટોમેટિક ઝિયાના પણ ખુશ રહેશે. હું મુંબઈ જઈશ ત્યારે જરૂરથી મારી દીકરી સાથે સમય પસાર કરીશ, તમારામાંથી ઘણા તેની રાહ જાેઈ રહ્યા હશે અને હું પણ’, તેમ તેણે ઉમેર્યું હતું.
રાજીવ સેને તેના વ્યૂઅર્સને રિલેશનશિપ વિશે સલાહ પણ આપી હતી. તેણે કહ્યું હતું ‘આ માત્ર મારા વિશે નથી, પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે અને તમારે તમારા પાર્ટનર વિશે વાત કરવી જાેઈએ. તે હંમેશા તમારા વિશે નથી હોતું, તે બીજી વ્યક્તિ વિશે પણ હોય છે અને તમારે તેનુ સંબોધન કરવું જાેઈએ.
તે તમારા બેની વચ્ચે રહેવું જાેઈએ. તે દુનિયા માટે નથી. તમે તમારા પરિવાર સાથે પણ ચર્ચા કરી શકો છો જાે તમે કમ્ફર્ટેબલ હો તો. દરેક રિલેશનશિપમાં, અન્યને સામેલ કરતાં પહેલા પરસ્પર સમસ્યા વિશે વાત કરવી જાેઈએ અને તેનો ઉકેલ લાવવો જાેઈએ.
એકબીજાને સમજવા જરૂરી છે. જાે ત્રીજી વ્યક્તિ વચ્ચે આવી તો તમારા સંબધોને સહન કરવું પડશે. તમારી વચ્ચે જ બધુ રાખો અને અન્યને દખલગીરી ન કરવા દો. ચારુએ રાજીવ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.
હું હંમેશા મૌન રહી અને ક્યારેય રાજીવની હકીકત જણાવી નહી કારણ કે હું બધું ખરાબ કરવા માગતી નહોતી. પરંતુ જ્યારે રાજીવે તેવા નિવેદન આપવાનું શરૂ કર્યું કે મારે ડોક્ટરની મદદની જરૂર છે, હું માનસિક બીમાર છું, મને ડ્રામેબાઝ કહી, ત્યારબાદ મીડિયાને કહ્યું કે, મેં તેને મારા પહેલા લગ્ન વિશે જણાવ્યું નહોતું. તેથી, મારે સત્ય કહેવા માટે બહાર આવવું પડ્યું. સોશિયલ મીડિયા પર મને ઘણી નફરત મળી રહી છે, તેમ તેણે કહ્યું હતું.SS1MS