સલમાન નહીં રાજીવ મૂલચંદાની હતો ઐશ્વર્યા રાયનો પહેલો પ્રેમ ??
મનીષા કોઇરાલા સાથે પણ લઇ લીધો હતો પંગો
આ વાત તે સમયની છે જ્યારે મનીષા કોઇરાલાએ ઐશ્વર્યા રાય સાથે એક ફેમસ એક્ટર અને મોડેલનું નામ જાેડ્યુ હતું
મુંબઈ,૯૦ના દશકમાં એક્ટ્રેસીસમાં મોટાભાગે કેટ ફાઇટ થતી રહેતી હતી. ક્યારેક કોઇ ફિલ્મને લઇને મનભેદ થઇ જતો તો ક્યારેક એક જ એક્ટરને ડેટ કરવાના કારણે ઝગડા થતા. કેટલાંક ઝગડા તો હદથી વધારે એટલા આગળ વધી જતાં કે આ એક્ટ્રેસીસ મીડિયામાં પણ એકબીજા પર કીચડ ઉછાળતા ખચકાતી ન હતી. Rajeev Mulchandani was Aishwarya Rai’s first love ??
આવું જ કંઇક ૯૦ના દશકની બે ટોપ એક્ટ્રેસીસ મનીષા કોઇરાલા અને ઐશ્વર્યા વચ્ચે થયું હતું. તો ચાલો આજે તમને ૯૦ના દશકની આ ફેમસ કેટ ફાઇટ પાછળનું કારણ જણાવીએ. આ વાત તે સમયની છે જ્યારે મનીષા કોઇરાલાએ ઐશ્વર્યા રાય સાથે એક ફેમસ એક્ટર અને મોડેલનું નામ જાેડ્યુ હતું. જાે તમને લાગતું હોય કે ઐશ્વર્યાનું નામ પહેલીવાર સલમાન ખાન સાથે જ જાેડાયુ હતું તો એવું બિલકુલ નથી.
વર્ષ ૧૯૯૪માં છપાયેલા એક્ટ્રેસ મનીષા કોઇરાલાના એક ઇન્ટરવ્યુ અનુસાર, મોડેલ રાજીવ મૂલચંદાનીએ તેના કારણે ઐશ્વર્યા રાય સાથે બ્રેકઅપ કરી લીધું હતું. જાે કે ઐશ્વર્યા હંમેશાથી કહેતી આવી છે કે, તે અને રાજીવ માત્ર સારા મિત્રો હતાં. આ વાત સામે આવ્યા બાદ ઐશ્વર્યાની રાતોની ઉંઘ ઉડી ગઇ હતી. વર્ષો બાદ આપ્યું રિએક્શનઃ ખરેખર, તે સમયે ઐશ્વર્યાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ ન હતુ.
તેણે વર્ષ ૧૯૯૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતું. બોલિવૂડમાં એન્ટ્રી કર્યા પછી પૂર્વ મિસ વર્લ્ડે વર્ષ ૧૯૯૯માં એક ઇન્ટરવ્યૂ આપીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેણે જણાવ્યું હતું કે, મનીષા કોઇરાલાએ તેનું અને રાજીવનું નામ જાેડ્યું હતું. જ્યારે બંને વચ્ચે એવું કંઇ ન હતું. એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે મીડિયામા્ં આ સમાચાર વાંચ્યા બાદ તેણે પોતાના મિત્ર રાજીવને ફોન કરીને પૂછ્યું કે, આ બધુ શું થઇ રહ્યું છે.
તેણે કહ્યું કે, મે રાજીવને કહ્યું કે હું તમારા બંનેની લવ સ્ટોરીમાં વચ્ચે નથી આવવા માંગતી. પરંતુ ૨ મહિના પછી જ તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. મનીષા દર ૨ મહિને કોઇ નવા એક્ટરને ડેટ કરી રહી હતી. આજસુધી સાથે નથી કર્યુ કામઃ આ ઘટનાને હવે વર્ષો વીતી ચૂક્યા છે, પરંતુ આજસુધી બંનેએ કોઇ ફિલ્મમાં સાથે કામ નથી કર્યુ. ત્યાં સુધી કે આજસુધી આ બંને એક્ટ્રેસ આ દુશ્મનીને નિભાવી રહી છે. આ બંને આજ સુધી એકબીજાનો ચહેરો જાેવાનું પણ પસંદ નથી કરતી.ss1