રાજેશ ખન્નાએ પુત્રીઓના નામે કર્યો હતો બંગલો ‘આશીર્વાદ’
મુંબઈ, હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની ગઈકાલે ૮૨મી જન્મજયંતિ હતી. ત્યારે તેમના જીવન અને વારસાને લગતા વિવાદો સતત ચર્ચામાં છે. પોતાના કામ અને કારકિર્દી માટે જાણીતા રાજેશ ખન્નાની જિંદગી ઉથલપાથલથી ભરેલી રહી છે.
રાજેશ ખન્નાને બધા પ્રેમથી કાકા કહેતા. તેમણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી છે.તેમની ફેન ફોલોઈંગ ઘણી મોટી હતી, ચાહકો તેના પર અને તેની સફેદ કાર પર પણ ઘણો પ્રેમ વરસાવતા હતા.
જો કે ૭૦ના દાયકાના અંત સુધીમાં તેનું સ્ટારડમ ઓછું થવા લાગ્યું. ૧૮ જુલાઇ, ૨૦૧૨ના રોજ તેમના મૃત્યુના એક મહિના પહેલા કરાયેલા તેમના વસિયતનામામાં રાજેશ ખન્નાએ તેમની મિલકત અને બંગલો ‘આશિર્વાદ’ તેમની પુત્રીઓ ટિં્વકલ અને રિંકીના નામે કર્યાે હતો.
તેણે પત્ની ડિમ્પલ કાપડિયાનું નામ વસિયતનામામાં સામેલ નહોતું કર્યું.જો કે, તેમના અવસાનના એક દિવસ પહેલા રાજેશ ખન્નાની કથિત લિવ-ઈન પાર્ટનર અનિતા અડવાણીએ તેમના પરિવારને તેમની મિલકત પર તેમના હકનો દાવો કરતી કાનૂની નોટિસ મોકલી હતી.
અનિતા અડવાણી પોતાને ખન્નાની સરોગેટ પત્ની કહે છે. તેણે રાજેશ ખન્નાની વસિયતમાં પોતાની ભાગીદારીની વાતનો ખુલાસો કર્યાે. તેણે કહ્યું, ‘મેં તેમની સંભાળ લીધી, આશીર્વાદની કાળજી લીધી અને તેના માટે કરવા ચોથનું વ્રત પણ રાખ્યું.’ તેમના દાવા છતાં, રાજેશ ખન્નાના પરિવારે તેમના છેલ્લા દિવસોમાં તેમનાથી અંતર રાખ્યું હતું અને તેમને અંતિમ સંસ્કારથી પણ દૂર રાખ્યા હતા.
એક ઇન્ટરવ્યુમાં અનિતા અડવાણીએ રાજેશ ખન્નાની સંભાળ રાખવા અને તેને ટેકો આપવા બદલ તેના વળતરની માંગણી કરી. તેણીએ કહ્યું, ‘તેના એકલતાના સમયગાળા દરમિયાન હું તેની સાથે હતી.’ અડવાણીએ રાજેશ ખન્નાના બંગલા આશીર્વાદને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની વાત પણ કરી અને કહ્યું કે આ રાજેશ ખન્નાનું સપનું હતું અને હવે તેઓ માને છે કે તેમના મૃત્યુ બાદ આ સપનું અવગણવામાં આવ્યું હતું.SS1MS