“હપ્પુ કી ઉલટન પલટન”ની રાજેશ સિંહ ઉર્ફે ગીતાંજલીએ ભોપાલના સરોવરોની સેર કરી!
એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં નવી રાજેશ સિંહ (રજ્જો) તરીકે પ્રવેશ કરનારી ગીતાંજલી મિશ્રાએ દર્શકોમાં ભરપૂર રોમાંચ જગાવ્યો છે. અભિનેત્રી 8થી 9 ઓગસ્ટ દરમિયાન મધ્ય પ્રદેશના ભોપાલની મુલાકાત ગઈ ત્યારે ચાહકો વર્ગ જોઈને ખુશખુશાલ થઈ ગઈ હતી. આ ટ્રિપ દરમિયાન તે ચાહકો સાથે જોડાઈ હતી, ઐતિહાસિક સ્થળો જોયાં હતાં અને સરોવર ખાતે બોટિંગ કર્યું અને ચોક બજારમાં સ્વાદિષ્ટ વાનગીઓ પણ ઝાપટી હતી.
આ વિશે રોમાંચિત રાજેશ સિંહની ભૂમિકા ભજવતી ગીતાંજલી મિશ્રા કહે છે, “ભોપાલ મંત્રમુગ્ધ કરનારો પ્રવાસ છે. પરિચિત મુલાકાતો વચ્ચે હપ્પુ કી ઉલટન પલટનના ચાહકો સાથે નિકટતાથી જોડાણે મારું મન પ્રફુલ્લિત કરી દીધું. રાજેશ તરીકે વહાલથી ઓળખાવતાં મારા નવા શોના સાહસ માટે દરેક ખૂણેથી શુભેચ્છકોનો પ્રેમ મળી રહ્યો છે
અને બેસુમાર ટેકો મળી રહ્યો છે, જેને કારણે મારો દિવસ સુધરી ગયો. ઘણા બધા ચાહકોએ દરોગા હપ્પુ સિંહજી વિશે પૂછ્યું અને મેં મજાકમાં પ્રતિસાદ આપ્યો, ‘તેઓ પોલીસની ફરજોમાં વ્યસ્ત છે (હસે છે)’”
શહેરની સેર વિશે બોલતાં ગીતાંજલી ઉમેરે છે, “ભોપાલનું સરોવર મારું સ્વર્ગસમાન સ્થળ રહ્યું છે. દાલ બાફલા, ગુલાબ જામુન, માવા બાતી અને ભોપાલી પાન ખાવાની બેહદ ખુશી થઈ. દરેક સ્મારકીય અજાયબીઓ અને ઐતિહાસિક ખૂબીઓથી હું બેહદ રોમાંચિત થઈ ઊઠી હતી.
ચોક બજારમાં મેં શોપિંગ કર્યું, ચાંદીનાં રત્નો, વેલ્વેટ પર્સ, હસ્તકળા કારીગરીનો ખજાનો અને સમકાલીન હેરલૂમ્સ ભેગાં કર્યાં. પારંપરિક ભોપાલી કળા અને એમ્બ્રોઈડરી કરેલા કુશન પણ મેં ખરીદી કર્યાં. ભોપાલ મારા મનમાં ઘેરું સ્થાન ધરાવે છે અને દરેક મુલાકાત સાથે આ પ્રેમ ઘેરો બની રહ્યો છે.”
હપ્પુ કી ઉલટન પલટનમાં નવી રાજેશની ભૂમિકા વિશે ગીતાંજલી મિશ્રા કહે છે, “મને ભારતના સૌથી વહાલા પાત્રમાંથી એક રાજેશની ભૂમિકા ભજવવાની તક મળી તે માટે ભારે રોમાંચિત છું. દર્શક તરીકે મને હંમેશાં તેના રોચક પાત્રો અને મનોરંજક વાર્તા માટે આ શો જોવાનું ગમ્યું છે.
શોએ ભરપૂર મનોરંજન કર્યું છે અને હંમેશાં મનોરંજક રહે છે અને દર્શકોને રોમાંચિત કરીનેરહે છે. મને ટેલિવિઝન પર જે પાત્ર જોવાનું બહુ ગમતું હતું તે ભજવવા મળશે એવું સપનામાં પણ વિચાર્યું નહોતું. તેનું વર્ણન કરી શકું એમ નથી અને યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ),
હિમાની શિવપુરી (કટોરી અમ્મા) જેવા અનુભવી અને નોંધપાત્ર કલાકારો અને બાકી પલટન સાથે કામ કરવાની તક મળી તે વધુ અતીલનીય છે. હું એન્ડટીવી અને અમારા નિર્માતાઓ સંજય અને બિનાયફર કોલહીજીની મારી અંદર વિશ્વાસ મૂકવા માટે અને મને આ અદભુત તક આપવા માટે ખૂબ ખૂબ આભારી છું.”
રાજેશના પાત્ર વિશે વિગતવાર બોલતાં અભિનેત્રી કહે છે, “સ્થાપિત ભૂમિકા ભજવવાનું ક્યારેય આસાન હોતું નથી, કારણ કે દર્શકો કલાકાર અને પાત્ર બંને સાથે ઊંડાણથી જોડાયેલા હોય છે. જોકે મારા મનથી હું આ જવાબદારી પાર પાડવા માટે સંપૂર્ણ તૈયાર છું. મને વિશ્વાસ છે કે આ ભૂમિકા ભજવવાની મારી ક્ષમતા છે,
કારણ કે હું પાત્રની કટ્ટર ચાહક રહી છું અને શોને નજીકથી જોતી આવી છું. પાત્રની ખૂબીઓના ઊંડાણમાં ઊતરવા અને તેની દેખાવ અને વર્તનને સાર્થક કરતાં તેને વધુ રોચક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું પડદા પર રાજેશની હાજરી અને અજોડ વર્તનની ચાહક છું. રાજેશ સ્વર્ણિમ અને મજબૂત વ્યક્તિત્વ સાથેની નીડર મહિલા છે.
તે નીડરતાથી તેના વિચારો માટે ઊભી રહે છે અને પતિ હપ્પુ કે સાસુ કટોરી અમ્માને હાથે આસાનીથી હાર ખાતી નથી. ઉપરાંત તે બોલીવૂડનો ડ્રામા અને મનોરંજનનો સ્પર્શ પરિવારો માટે ઉમેરે છે. મને ખુશી છે કે નવી દબંગ દુલ્હનિયાને દર્શકોએ ખુલ્લા હાથે આવકારી છે. “