Western Times News

Gujarati News

રજનીકાંત અને આમિર ખાન ૩૦ વર્ષ પછી સ્ક્રીન શેર કરશે

મુંબઈ, રજનીકાંત અને આમિર ખાન આશરે ૩૦ વર્ષ પછી પહેલીવાર રજનીકાંતની આગામી ફિલ્મ ‘કૂલી’માં સ્ક્રીન શેર કરવાના છે. આ ફિલ્મમાં આમિર ખાન એક કેમિયો કરી રહ્યો હોવાનું કન્ફર્મ થઈ ગયું છે. આમિર ખાન અને રજનીકાંત ૧૯૯૫માં આવેલી ‘આતંક હી આતંક’ ફિલ્મમાં સાથે દેખાયા હતા.

‘કૂલી’ ફિલ્મ લોકેશ કનગરાજ બનાવી રહ્યો છે. તેમાં નાગાર્જુન, શ્›તિ હસન અને સત્યરાજ સહિતના કલાકારો છે. રજનીકાંતની આ ૧૭૧મી ફિલ્મ હશે. ફિલ્મનું આગામી શિડયૂલ આ સપ્તાહમાં ચેન્નઈમાં શરુ થવાનું છે. ત્યારે આમિર ખાન ચેન્નઈમાં પોતાના કેમિયોનું શૂટિંગ કરે તેવી સંભાવના છે.

લોકેશ કનગરાજે આમિર માટે એક ખાસ પાત્ર ઊભું કર્યું છે અને આમિર તથા રજનીકાંત થોડા સમય માટે પણ અસરકારક અસર ઊભી કરે તેવો સીન લખ્યો છે. જોકે, આમિર ચોક્કસ કયો રોલ ભજવી રહ્યો છે તે હજુ જાહેર કરાયું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.