‘કૂલી’માટે રજનીકાંતે ૧૫૦ કરોડ જેવી અધધ ફી વસૂલી

મુંબઈ, ૨૦૨૫માં જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાતી હોય તેમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મ ‘કૂલી’નો પણ સમાવેશ થાય છે. તેમાં સુપરસ્ટાર રજનીકાંત લીડ રોલમાં છે. હાલ આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થવાની છે. અતિ વિશાળ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ સાથેની અપેક્ષાઓ પણ આકાશને આંબે એટલી ઊંચી છે.
તેમાં રજનીકાંત ઉપરાંત નાગાર્જૂન, ઉપેન્દ્ર, શૌબિન સાહિર, સથ્યરાજ અને શ્›તિ હસન સહીતના કલાકારો છે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં આમિર ખાન પણ એક કેમિયો કરવાનો છે.
રજનીકાંત અને લોકેશ કનગરાજ પહેલી વખત સાથે કામ કરવાના છે, તેથી પણ તેમના ચાહકો ઘણા ઉત્સાહીત છે. જે આ પહેલાં ‘કૈથી’, ‘માસ્ટર’, ‘વિક્રમ’ અને ‘લિઓ’ જેવી ફિલ્મ બનાવી ચુક્યા છે.આ ફિલ્મની ટીમ ખાસ તકેદારી રાખે છે કે તેઓ ફિલ્મની કોઈ જ માહિતી કે ફિલ્મની વાર્તા અંગે કોઈ પણ માહિતી જાહેર ન થઈ જાય.
આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે એમાં પણ કેટલીક આછેરી ઝલક મળી છે, ફિલ્મની વાર્તા વિશે બહુ ખ્યાલ આવતો નથી. ત્યારે હવે એવા અહેવાલ આવી રહ્યા છે, જેનાથી અંદાજ આવે છે કે આ ફિલ્મ કેટલી મોટા બજેટમાં બની રહી છે.
તાજેતરના અહેવાલ મુજબ આ ફિલ્મ ૩૫૦ કરોડના મહાકાય બજેટ સાથે બની રહી છે. તેમાં રજનીકાંત અને કનગરાજની ફીનો પણ સમાવેશ થાય છે. એવો અહેવાલ છે કે આ ફિલ્મ માટે રજનીકાંતે ૧૫૦ કરોડની ફી નક્કી કરી છે, જ્યારે લોકેશને આ ફિલ્મ ડિરેક્ટ કરવા માટે ૫૦ કરોડ ફી પેટે મળશે, જે કોઈ ડિરેક્ટર માટે એક ઐતિહાસિક રકમ માનવામાં આવી રહી છે.
બાકીના ૧૫૦ કરોડમાં ફિલ્મની પ્રોડક્શન કોસ્ટ અને બાકીના કલાકારો અને ટેન્કિકલ ટીમના વળતરનો સમાવેશ થાય છે. આ અહેવાલો અનુસાર આ રકમમાં હજુ ફિલ્મના પ્રમોશનના ખર્ચને તો ગણવામાં જ આવ્યો નથી. તે લગભગ ૨૫ કરોડ જેટલો હોવાનો અંદાજ છે.
આ ફિલ્મ મોટા બજેટમાં બનતી હોવા છતાં ફિલ્મે અત્યારથી કેટલીક કમાણી પણ કરી લીધી છે. ‘કૂલી’ના કેટલાક અધિકારો વેંચાઈ ગયા છે અને બાકીની બધી જ રકમનું વળતર થિએટરમાંથી વસુલ કરાવની ફિલ્મની ટીમની ગણતરી છે, આ ફિલ્મના ઓટીટીના અધિકારો ૧૩૦ કરોડમાં વેંચાયા છે. જ્યારે સેટેલાઇટ ડીલમાં ૯૦ કરોડ તેમજ મ્યુઝિકના રાઈટ્સમાં પ્રોડક્શન હાઉસે ૨૦ કરોડની કમાણી કરી લીધી છે.SS1MS