જેલર ૨’ના શૂટિંગ માટે કેરલ પહોચેલા રજનીકાંતનું સ્ટાઇલિશ સ્વાગત

મુંબઈ, વર્ષ ૨૦૨૩ માં ‘જેલર’ થી ભારે ધમાલ મચાવ્યા બાદ, રજનીકાંત હવે ‘જેલર ૨’ થી ધમાકો કરવા માટે તૈયાર છે. તેણે તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે, જે હાલમાં કેરળમાં ચાલી રહ્યું છે.
રજનીકાંત તાજેતરમાં કેરળ પહોંચ્યા હતા, અને ત્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રજનીકાંત એરપોર્ટ પર જ ચાહકોની ભીડથી ઘેરાયેલા હતા, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હોટલ સ્ટાફ ‘થલાઈવા’ રજનીકાંતનું ઉષ્માભર્યું સ્વાગત કરતો જોઈ શકાય છે. રજનીકાંત સ્ટાઇલમાં પહોંચ્યા અને ગાડીમાંથી ઉતરતાની સાથે જ હોટલના સ્ટાફે ગેટ પર જ તેમની આરતી ઉતારી. આ શૈલી જોઈને રજનીકાંત પ્રભાવિત થયા અને તેમનો આભાર માન્યો.રામ્યા કૃષ્ણન પણ ‘જેલર ૨’ના શૂટિંગ માટે કેરળ પહોંચી ગઈ છે.
આ ફિલ્મમાં તે એક મહત્વપૂર્ણ ભૂમિકામાં પણ જોવા મળશે. રજનીકાંત ૨૦ દિવસ કેરળમાં રહેશે અને શૂટિંગ કરશે તેવું જાણવા મળ્યું છે. ફિલ્મનું પહેલું શેડ્યૂલ માર્ચ ૨૦૨૫ માં શૂટ કરવામાં આવ્યું હતું, અને હવે બીજું શેડ્યૂલ કેરળમાં ચાલી રહ્યું છે.
૧૪ જાન્યુઆરીના રોજ, નિર્માતાઓએ ‘જેલર ૨’નો પ્રોમો રિલીઝ કર્યાે, જેમાં પ્લોટ અને આગળની વાર્તા વિશે કંઈ જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ એ ચોક્કસ જાહેર થયું કે નિવૃત્ત જેલર ટાઇગર મુથુવેલ પાંડિયન બીજા ભાગમાં પાછા ફરશે.SS1MS