Western Times News

Gujarati News

શર્ટના બટન ખુલ્લા રાખીને સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા રજનીકાંત

મુંબઈ, સુપરસ્ટાર રજનીકાંત ૭૩ વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ એન્ડ ફાઇન છે. ૭૩ વર્ષની ઉંમરમાં રજનીકાંત સિલ્વર સ્ક્રીન પર પોતાની એક્ટિંગથી લોકોને ફિદા કરી દેતા હોય છે. રજનીકાંતની સ્ટાઇલ આજે પણ લોકોને ઇમ્પ્રેસ કરી દે છે.

ઉંમરના આ પડાવમાં પણ રજનીકાંત એક્શન અવતારમાં જોવા મળે છે. આ વચ્ચે મોસ્ટ અવેટેડ રજનીકાંતની ફિલ્મ થલાઇવર ૧૭૧નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ સાથે સુપરસ્ટારનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ લુકમાં રજનીકાંત છવાઇ ગયા છે.

રજનીકાંતની ફિલ્મ થલાઇવર ૧૭૧ને લોકેશ કનગરાજ ડાયરેક્ટ કરી રહ્યા છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ Âટ્‌વટર પર ‘થલાઇવર ૧૭૧’ના પોસ્ટરની ઝલક બતાવવામાં આવી છે.

આ પોસ્ટરમાં રજનીકાંત સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં તમે જોઇ શકો છો કે રજનીકાંતે બન્ને હાલમાં સોનાના ઘડિયાળથી હાથકડી લગાવેલી છે. શર્ટના બટન ખુલ્લા છે અને સાથે સનગ્લાસ પહેરેલા જોવા મળ્યા છે. રજનીકાંતનો આ લુક સોશિયલ મિડીયામાં છવાઇ ગયો છે.

ડાયરેક્ટર લોકેશ કનગરાજે ફિલ્મનું પોસ્ટર શેર કરતા કેપ્શનમાં જણાવ્યું છે કે થલાઇવર ૧૭૧નું ટાઇટલ ૨૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ થશે. પોસ્ટરમાં ધડિયાળની હાથકડી જોઇને ફેન્સ ચોંકી ઉઠ્‌યા છે. હાલમાં ફિલ્મનું પ્રી પ્રોડક્શનનું કામ ચાલી રહ્યુ છે.

આ વર્ષેના અંત સુધીમાં ફિલ્મ રિલીઝ થશે એવું અનુમાન લોકો લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થલાઇવર ૧૭૧ રજનીકાંત અને લોકેશ કનગરાજની પહેલી ફિલ્મ છે જે સન પિક્ચર્સ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મની જાહેરાત ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થઇ હતી.

રજનીકાંત સિવાય બાકીના સ્ટારકાસ્તની જાણકારી રિવીલ થઇ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ટાઇટલ એનાઉસમેન્ટની સાથે બાકીના સિતારાઓની જાણકારી સામે આવશે.

ફિલ્મનું મ્યૂઝિક અનિરુદ્ધ રવિચંદર તૈયાર કરી રહ્યા છે. આમ, વાત કરવામાં આવે તો રજનીકાંતની ઉંમર વધી રહી છે પરંતુ એમની એક્ટિંગ આજે પણ લોકોને ફિદા કરી દે એવી છે. રજનીકાંતની એન્ટ્રી પડતાની સાથે જ મલ્ટીપ્લેક્સમાં લોકો સીટીઓ વગાડવા લાગતા હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.