રજનીકાંતની ૧૭૧મી ફિલ્મ સપ્ટેમ્બરમાં એનાઉન્સ થઈ હતી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Rajnitkanth-1024x640.jpg)
મુંબઈ, સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ૧૭૧મી ફિલ્મ માટે પૂરજોશથી તૈયારી ચાલી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં ફિલ્મ અંગે એનાઉન્સમેન્ટ થયા બાદ સોમવારે તેનું ટાઈટલ નક્કી થયું છે. ‘કુલી’ ટાઈટલ જાહેર થવાની સાથે ટીઝર પણ શેર કરવામાં આવ્યું છે, જેમાં રજનીકાંતનો સુપર સ્વેગ ફરી જોવા મળે છે.
ફિલ્મના ટીઝરમાં રજનીકાંતે સોનાની ઘડિયાળોની ચેઈન બનાવી છે અને તેનાથી ગુંડાઓને ફટકારતા જોવા મળે છે. ‘કુલી’માં રજનીકાંતનો રફ એન્ડ ટફ લૂક છે અને હાથ પર ‘કુલી’નો બિલ્લો છે. રજનીકાંતની દરેક ફિલ્મમાં તેમના એક્શન સીક્વન્સ ખૂબ દિલચસ્પ હોય છે. માત્ર હાથના ઈશારાથી ગુંડાઓને પરાસ્ત કરી દેનારા રજનીકાંતે આ વખતે અનોખી ચેઈન બનાવી છે.
સોનાની ઘડિયાળોની બનેલી આ ચેઈનથી તેઓ ગુંડાઓને ફટકારી રહ્યા છે. ટીઝરનમાં મોનોક્રોમ ટોન રખાયો છે, પરંતુ સોનાની ઘડિયાળોનો ઓરિજિનલ રંગ સાચવવામાં આવ્યો છે. ૨૮ માર્ચે ફિલ્મના ડાયરેક્ટર લોકેશ કનગરાજે રજનીકાંતનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો.
રજનીકાંતની ૧૭૧મી ફિલ્મ ઉપરાંત તેઓ ‘કૈથી ૨’ પર પણ કામ કરી રહ્યા છે. હાલ ‘કૈથી ૨’નું પ્રી-પ્રોડક્શન ચાલી રહ્યું છે અને ‘કુલી’નું શૂટિંગ પૂરું થયા પછી ‘કૈથી ૨’ની શરૂઆત કરવામાં આવશે. રજનીકાંત અને લોકેશ પહેલી વાર ‘કુલી’માં સાથે કામ કરી રહ્યા છે.
સન પિક્ચર્સ દ્વારા ફિલમનું પ્રોડક્શન કરવામાં આવશે. ફિલ્મમાં રજનીકાંત સિવાયની કાસ્ટ અંગે વાત કરવામાં આવી નથી. રિપોટ્ર્સ મુજબ, શિવાકાર્તિકેયન પણ મહત્ત્વના રોલમાં છે, પરંતુ આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. ‘કુલી’માં રજનીકાંતના કો-સ્ટાર્સ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.SS1MS