Western Times News

Gujarati News

રજનીકાંતની જેલરનું બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડનું કલેક્શન

રજનીકાંતની જેલરનું બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી

આ ફિલ્મમાં રજનીકાંત સિવાય જેકી શ્રોફ, તમન્ના ભાટિયા જેવા અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા છે

મુંબઈ, સુપરસ્ટાર રજનીકાંતની ‘જેલર’ સની દેઓલની ‘ગદર ૨’ના એક દિવસ પહેલા રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે એટલે કે ગુરુવારે બમ્પર ઓપનિંગ મેળવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રિલીઝના ચોથા દિવસે આ ફિલ્મે વિશ્વભરમાં ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. રિપોર્ટ મુજબ, ‘ગદર ૨’ની રિલીઝના એક દિવસ પહેલા જ શાનદાર ઓપનિંગ કરનારી ફિલ્મ ‘જેલર’એ પહેલા દિવસે જ બમ્પર કમાણી કરી હતી. રવિવારે રજનીકાંતની ફિલ્મે ચારેય ભાષાઓ (તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી)માં કુલ ૩૮.૦૦ કરોડનું કલેક્શન કર્યું છે. Rajinikanth’s Jailer collection of 300 crores at the box office

આ ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ત્રણ દિવસમાં દુનિયાભરમાં ૨૨૨.૧૦ કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે ફિલ્મે ત્રણ દિવસમાં વિદેશમાં રૂ. ૯૫.૦૦ કરોડની કમાણી કરી હતી, ત્યારે ભારતમાં ત્રણ દિવસમાં રૂ. ૧૨૭.૧૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં રજનીકાંત સિવાય જેકી શ્રોફ, તમન્ના ભાટિયા, શિવ રાજકુમાર અને મોહનલાલ જેવા અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા છે. રજનીકાંતનો ક્રેઝ એવો છે કે આ ફિલ્મની રિલીઝ પર ઘણી ઓફિસોએ રજા જાહેર કરી દીધી હતી.

ભારતીય બોક્સ ઓફિસ પર એક નવો રેકોર્ડ બન્યો છે. રજનીકાંતની જેલર, સની દેઓલની ગદર ૨, અક્ષય કુમારની ર્ંસ્ય્ ૨ અને ચિરંજીવીની ભોલા શંકર આ ચારેય ફિલ્મોએ મળીને ૩૯૦ કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી છે. એક નિવેદન પ્રમાણે ૧૦૦ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ રેકોર્ડ બન્યો છે. પહેલીવાર ભારતીય બોક્સ ઓફિસની કુલ કમાણી ૩૯૦ કરોડને પાર કરી ગઈ છે.

ફિલ્મ જેલર પિતા-પુત્રની વાર્તા છે, જેમાં રજનીકાંત મુથુવેલ પાંડિયન એક નિવૃત્ત જેલરની ભૂમિકામાં છે. તેઓ એક પ્રામાણિક અધિકારી છે જે તેમના પરિવાર સાથે સાદું જીવન જીવે છે. તેમનો પુત્ર અર્જુન (વસંત રવિ) પણ એક પ્રમાણિક પોલીસ અધિકારી છે. એકવાર અર્જુન, વર્મા (વિનકાયન) સાથે લડે છે, જે પ્રાચીન વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓની દાણચોરી કરે છે. આ પછી તેની હત્યા થાય છે

અને પછી પિતા પ્લાનિંગ સાથે તે હત્યારાઓને મારે છે. પરંતુ પછી વાર્તા એક નવો વળાંક લે છે કારણ કે તેને ખબર પડે છે કે તેના પુત્રને અપહરણકર્તા દ્વારા જીવતો રાખવામાં આવ્યો છે. ઘણા લોકો તેને ફિલ્મ ‘મધર ઈન્ડિયા’નું નવું વર્ઝન કહી રહ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.