રજનીકાંતની રૂ.૬૦૦ કરોડની ફિલ્મની સીક્વલ બનશે
મુંબઈ, આપણે જ્યારે પણ સાઉથ સિનેમાની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં થલાઈવા રજનીકાંતનું નામ યાદ આવે છે. વર્ષાેથી આ એક્ટરે તેના પાવર-પેક્ડ પર્ફાેમન્સથી ચાહકોનું મનોરંજન કર્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થયેલી ‘જેલર’ ફિલ્મે પણ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.
હવે ફરી એકવાર જેલરની સીક્વલ ‘જેલર ૨’ સાથે થલાઈવા તેના ચાહકોને ઘેલા કરવા તૈયાર છે. મૂવીનાં પ્રોડક્શન હાઉસ, સન પિક્ચર્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક આઇકોનિક કેરેક્ટર્સનાં પોસ્ટર શેર કરવામાં આવ્યા હતાં. જેમાં, રજનીકાંતના મુથુવેલ પાંડિયન, મોહનલાલના મેથ્યુ, શિવ રાજકુમાર અને જેકી શ્રોફના પોસ્ટરનો સમાવેશ થાય છે.
હજુ સુધી ફિલ્મની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર થઈ નથી, પરંતુ ૨૦૨૫ની શરૂઆતમાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાનું અનુમાન છે. હમણાં રિલીઝ થયેલી ‘બ્લડી બેગર’ ફિલ્મ પછી ડિરેક્ટર નેલ્સનનો આગામી પ્રોજેક્ટ ‘જેલર ૨’ હશે. ફિલ્મની સિક્વલ માટેના કોનસેપ્ટ અને પ્લોટ નક્કી થઈ ચૂક્યા છે.
પરંતુ, હજુ એના ટાઇટલ અંગે વિચારણા ચાલી રહી છે. ‘જેલર ૨’ સિવાય ટીમ સંભવિત નામ તરીકે ‘હુકુમ’ પણ વિચારી રહી છે. ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘જેલર’ સુપરહિટ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ રૂ.૬૫૦ કરોડની કમાણી કરી હતી.
રજનીકાંત સિવાય આ મૂવીમાં મોહનલાલ, શિવ રાજકુમાર, રામ્યા ક્રૃષ્ણન, જેકી શ્રોફ, તમન્ના ભાટીયા, યોગી બાબુ અને વસંત રવિ પણ મહત્વનાં રોલમાં જોવા મળ્યા હતાં. આ દરમિયાન, ૨૦૨૫માં રજનીકાંતની ‘કૂલી’ ફિલ્મ પણ રિલીઝ થવાની છે. આ એક્શન-થ્રિલરમાં નાગાર્જુન, ઉપેન્દ્ર, સૌબિન શાહિદ, શ્›તિ હસન અને સત્યન જેવાં કલાકારો જોવા મળશે.SS1MS