ડિવોર્સની ખબરો વચ્ચે રાજીવએ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો ચારુનો બર્થ ડે

મુંબઈ, Charu Asopa અને Rajeev Sen વચ્ચે શું ચાલી રહ્યું છે તે સમજવું તેમના ફેન્સ માટે ખરેખર અલગ રહે છે. બંને ગત વર્ષથી અલગ રહે છે અને એક્ટ્રેસ દીકરી સાથે ભાડાના ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે.
Youtube પર પોતાની અલગ-અલગ ચેનલ ધરાવતા ચારુ અને રાજીવ વ્લોગમાં એકબીજા વિશે ઘણું બધું કહી ચૂક્યા છે અને આરોપ-પ્રતિઆરોપ પણ લગાવ્યા છે. જાે કે, છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે એકપ્રકારની સ્થિરતા આવી ગઈ છે અને દીકરી માટે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવાનું નક્કી કર્યું છે. rajiv celebrates charu birthday amid divorce news
બંને સાથે મળીને તેની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ પણ કરે છે. સોમવારે (૨૭ જાન્યુઆરી) ચારુનો બર્થ ડે હતો અને રાજીવે તે ધામધૂમથી મનાવ્યો હતો. રાજીવ સેને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે બ્લેક કલરનું ટીશર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યું છે જ્યારે ચારુએ ફ્લોરલ પ્રિન્ટનું ફ્રોક પહેર્યું છે તો તેની દીકરી ઝિયાનાને સ્કાય બ્લૂ કલરનું ફ્રોક પહેર્યું છે અને બે ચોટલી લીધી છે, જેમાં તે ક્યૂટ લાગી રહી છે. રાજીવે બંનેને ભેટીને પોઝ આપ્યા છે.
View this post on Instagram
આ તસવીરો જાેઈને કોઈ ન કહી શકે કે તેમની વચ્ચે કંઈ ઠીક નહીં હોય. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે ચારુ. તું હંમેશા ખુશ અને હેલ્ધી રહે. તને ખૂબ બધો પ્રેમ’. તેમની આ તસવીરો પર ઘણાએ સવાલ ઉઠાવ્યા છે. એક યૂઝરે લખ્યું છે ‘તમારા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે મને નથી ખબર.. પહેલા ડિવોર્સ અને હવે સાથે’, તો એક યૂઝરે લખ્યું ‘તમે બંનેએ લગ્નને મજાક બનાવી દીધા છે’.
એકે લખ્યું ‘હવે થોડા દિવસ પછી આ તસવીરો ડિલિટ કરી દેશો’. કેટલાક ફેન્સે તેઓ સાથે સારા લાગતા હોવાનું અને હંમેશા આ જ રીતે હસતાં રહેવાનું કહ્યું હતું. આ જ તસવીરો ચારુ અસોપાએ પણ શેર કરી છે અને લખ્યું છે ‘આભાર રાજીવ. દિવસ અદ્દભુત રહ્યો.
મારા બર્થ ડેને સ્પેશિયલ બનાવવા માટે આભાર’ રાજીવ સેન અને ચારુ અસોપા વચ્ચે સાત ફેરા લીધા તે પહેલાથી જ કંઈ ઠીક ન હોવાનું નજીકના મિત્રએ અગાઉ કહ્યું હતું.
તેમ છતાં તેમણે લગ્ન કર્યા અને તેમને ત્યાં દીકરીનો જન્મ પણ થયો. ડિલિવરી બાદ તરત જ બંને વચ્ચે ફરીથી વિવાદ વકર્યો હતો અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી.
૨૦૨૨માં ગણેશ ચતુર્થી પહેલા તેમને ડિવોર્સ માટે કોર્ટમાં જવાનું હતું અને તે પહેલા તેમણે એકબીજાને બીજી તક આપવાનું નક્કી કર્યું હતું. જાે કે, વધારે સમય તેઓ સાથે રહી શક્યા નહીં અને ફરીથી સેપરેટ થયાં. બાદમાં ચારુ અને રાજીવે એકબીજા પર ઘણા ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.SS1MS