રાજકોટઃ નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયું,સાતની અટકાયત
રાજકોટ, ગુજરાત રાજ્યના રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે. દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર ઝડપાયું છે. જેમાં રાજકોટમા નકલી નોટ ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયુ છે. રાજકોટ એ ડીવીઝન પોલીસ અને ક્રાઈમ બ્રાંચે સમગ્ર કૌભાંડને ખુલ્લુ પાડ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસનું એવું તારણ સામે આવ્યું છે કે આ નકલી નોટનું કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શક્યતાો છે.
આ શખ્સો આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવી અસલી નોટ મેળવતા હતા. મળતા અહેવાલ પ્રમાણે આંગડીયાની ૧૦થી ૧૨ પેઢી મારફતે અંદાજે ૩૫ લાખ રૂપિયાનો વ્યવ્હાર કરવામાં આવ્યો છે. આ નોટ ઉના વિસ્તારમાંથી આવતી હોવાની પણ ચર્ચા છે. તો બીજી તરફ પોલીસે ભરત નામના શખ્સ સહિત કુલ ૭ લોકોની અટકાયત કરી છે.HS1MS