રાજકોટઃ બિલ્ડિંગના ૧૩ અને ૧૫મા માળે આગ લાગતાં નાસભાગ મચી
રાજકોટ, શહેરના કટારીયા ચોકડી નજીક આગની ઘટના સામે આવી છે. અહીં આવેલી ધ ગ્રાન્ડ પેલેસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે બિલ્ડિંગમાં અફરાતફીનો માહોલ જાેવા મળ્યો હતો. સાથે જ બિલ્ડિંગમાં રહેલા લોકોએ બહાર નીકળવા દોડધામ મૂકી હતી. ઘટનાને પગલે ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ધ ગ્રાન્ડ પેલેસ બિલ્ડિંગમાં ૧૩ અને ૧૫માં માળે આગ લાગી હતી. ઘટનાને પગલે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ આગથી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયરની ટીમે આગનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યો હતો. જાેકે, હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં ફર્નિચર કામ ચાલુ હતું.
તેના માલમાં આગ લાગી હતી. જે ધીમે-ધીમે ફેલાઇ હતી. ફર્નિચરના કેમિકલથી આગ વધુ પ્રસરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જાેકે, હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. નોંધનીય છે કે, મનપા પાસે ૨૨ માળ સુધી પહોંચવાના સાધનો હતા, જેની મદદે આગ પર કાબૂ મેળવાયો હતો. જાેકે, કયા કારણોસર આગ લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.SS1MS