રાજકોટમાં આંતર રાષ્ટ્રીય એરપોર્ટની સાથે એઈમ્સનું કામ પૂર્ણ થશે
રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ૬૦ કરોડના ખર્ચે ‘ટ્રમ્પેટ બ્રિજ’ બનાવાશે-જિલ્લામાં પ્રથમવાર આધુનિક રીતે નિર્માણ થનારા ર.૪ કી.મી.ના બ્રિજની ડીઝાઈન ફાઈનલ
રાજકોટ, રાજકોટના વિકાસને નવી દિશા આપતા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ પાસે રૂા.૬૦ કરોડના ખર્ચ.ે ટ્રમ્પેટ બ્રિજનું નિર્માણ કરવામાં આવશ.
જીલ્લામાં સૌ પ્રથમવાર નિર્માણ પામનારા આ ર.૪ કિલોમીટર ના આ પ્રકારના બ્રિજની ડીઝાઈન ફાઈનલ કરી દેવામાં આવી છે. એજન્સી નક્કી થયા બાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રાજકોટ-અમદાવાદ હાઈવેને જાેડતા આ માર્ગ ઉપર આ ટેેમ્પેટ બ્રિજની નિર્માણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નિર્માણ કામગીરીને પીએમઓ કાર્યાલયની નિગરાની હેઠળ ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં હંગામી ટર્મિનલ, એટીસી ટાવર, રન-વેેે સહિતની કામગીરી પરિપૂર્ણ કરી દેવામાં આવી છેે. આગામી ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન-વે પર લાઈટ ટેસ્ટીંગ માટેની ગતિવિધિઓ પણ તેજ કરી દેવામાં આવી છે. અત્યારે એરપોર્ટ ઓથોરીટી દિલ્હીના ઉચ્ચ અધિકારીઓ રન-વેની ચકાસણી સાથેે રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી કરી રહ્યા છે.
જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યુ હતુ કે આંતર રાષ્ટ્રીય એરપોર્ટની સાથે એઈમ્સનું કામ પૂર્ણ થશે. તો આ બંન્ને કરોડોના પ્રકલ્પોનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવશે. એઈમ્સ સંકુલમાં પાંચ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય થઈ રહ્યુ છે.
એઈમ્સમાં ઓપીડી બાદ આઈપીડી પણ આગામી સમયમાં શરૂ થાય તે માટેે ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. એઈમ્સ સંકુલમાં પ્રારંભિક તબક્કેે બે ઈમારતો તૈયાર કરી દેવાશે.