રાજકોટની મેટરનીટી હોમના મહિલા દર્દીના CCTV ફૂટેજ 5 લાખથી વધુએ જોયા

રાજકોટ, રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વીડીયો છૂપી રીતે શૂટ કરીને સોશીયલ મીડીયા પર પોસ્ટ કરી દેવા મામલે સઘન તપાસ ચાલી રહી છે.
એમાં એવું સામે આવ્યું છે કે વાયરલ વીડીયો આશરે પાંચ લાખથી વધુ લોકોએ જોઈ લીધા છે. આ વીડીયો અન્ય રાજયોમાંથી યુ ટયુબ તથા ટેલીગ્રામની ચેનલ ચલાવતા શખ્સે વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહીલા દર્દીઓની શારીરિક તપાસના વીડીયો છૂપી રીતે શુટ કરીને સોશીયલ મીડીયા પર પોસ્ટ કરી દેવાયા હતા. આ વીડીયો મેળવનારે યુટયુબ ટેલીગ્રામ પર ચેનલ બનાવીને વીડીયો પોસ્ટ કર્યા હતા.
જેમાં યુટયુબ પર ૭ વીડીયો પોસ્ટ કૃયા હતા તથા વધુ વીડીયો જોદવા માટે ટેલીગ્રામ ચેનલની લીન્ક મુકવામાં આવી હતી.એ ટેલીગ્રારમની ચેનલ પર મહીલા દર્દીઓના ચેકઅપના ૩૦ જેટલા વીડીયો પોસ્ટ કરાયા હતા. આ વીડીયો ડાઉનલોડ કરવા માટે ૮થી૧૦ હજારો રૂપિયા સુધીની કિમત નકકી કરવામાં આવી હતી અને પ લાખથી વધારે લોકોએ મહીલા દર્દીઓઅના વીડીયો નીહાળ્યાય હતા.
ટેલીગ્રામમાં જે ૩૦ વીડીયો હતા એ અલગ અલગ જગ્યાના પણ હતા. જોકે પાયલ હોસ્પિટલમાં વીડીયો અપલોડ કરવા માટે ખાસ એક યુટયુબ ચેનલ બનાવાઈ હતી. આ ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધીને અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટ પાયલ મેટરનીટી હોસ્પિટલો ખાતે આજે મહીલા કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે આ સમયે મહીલા કોગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પછી હોસ્પિટલના જવાબદાર તબીબ દ્વારા કોગ્રેસના આગેવાનોની રજુઆત સાંભળી અને દુઃખદ ઘટના સીસીટીવી કેમેરા કંટ્રોલ હેક થવાના કારણે થયા હોવાનું જણાવયું હતું.