રાજકોટમાં સિટી બસના ચાલકે વાહનોને અડફેટે લેતા ચારનાં મોત

(એજન્સી)રાજકોટ, ગુજરાતના રાજકોટમાં સિટી બસ ચાલકે અનેક લોકોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો છે. જેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. રાજકોટના ઇÂન્દરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી આવતી સિટીબસના ચાલકે એક સાથે બે રીક્ષા તેમજ પાંચથી છ જેટલા ટુ વહીલર વાહનોને અડફેટે લીધા હતા.
આ અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોના ટોળાએ સીટી બસમા તોડફોડ કરી હતી. સિટી બસ ચાલકને પણ માર માર્યો હતો. આ અકસ્માતની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી.
દરમિયાન સમગ્ર ઘટનાને લઈને સરકારે મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં રાજુભાઈ ગીડા (ઉ.વ.૩પ), ચિનમ્ય ભટ્ટ (ઉ.વ.રપ), કિરણબેન કક્કર (ઉ.વ.પ૬) અને સંગીતાબેન ચૌધરી (ઉ.વ.૪૦)નું મૃત્યુ થયું હતું.
રાજકોટમાં વધુ એક વખત આજે સવારમાં હાહાકાર મચી ગયો. એક સિટી બસ બેકાબૂ બની ગઈ હોય એમ નાગરિકો તથા વાહનો પર ફરી વળી. શહેરના અતિ વ્યસ્ત ઈંદિરા સર્કલ વિસ્તારમાં આજે સવારમાં આ ભયાનક અકસ્માતને કારણે સમગ્ર રાજકોટ શહેરમાં ભારે ગમગીની અને ભયંકર આક્રોશની સ્થિતિઓ જોવા મળી.
રાજકોટના ઇÂન્દરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ સિટીબસના ચાલકે એક સાથે બે રીક્ષા તેમજ પાંચથી છ જેટલા ટુ વહીલર વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુ નિપજ્યા છે જયારે બસચાલક સહીત કુલ ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસચાલક દ્વારા સિગ્નલ ખુલતાની સાથે જ બસને આગળ હંકારી અકસ્માત સર્જી નિર્દોષ લોકોને અડફેટે લેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ દ્વારા હાલ હ્લજીન્ તેમજ ઇ્ર્ંની મદદ લઇ મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટના ઇÂન્દરા સર્કલ પાસે બનેલા આ બનાવના પગલે લોકોમાં આક્રોશની લાગણી છે.
હાલમાં પોલીસ દ્વારા હ્લજીન્ તેમજ ઇ્ર્ંની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાં બસની બ્રેક ફેઈલ થઇ હતી કે કેમ તેમજ બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.