Western Times News

Gujarati News

ગણપતિ દાદાને 60 લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર

ડોમમાં ગણપતિ દાદાની ૯ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી

(એજન્સી)રાજકોટ, સમગ્ર દેશમાં ગણેશ ભગવાનની જોરશોરથી આરાધના થઈ રહી છે. ઠેર ઠેર પંડાલો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે. કે. ચોક ખાતે ગણપતિ પંડાલની સજાવટ જોવા મળી રહી છે.

અહીં એક ભક્ત દ્વારા અંદાજે રૂ. ૬૦ લાખની કિંમતનો સોનાનો હાર ગણપતિ દાદાને અર્પણ કરવામા આવ્યો છે. ગણપતિના બાજુબંધ સહિતમાં ડાયમંડનો અદભૂત શણગાર જોવા મળી રહયો છે. ગણપતિની આસપાસ લાઈવ ઉંદરો ફરતા હોય તેવો નજારો જોવા મળે છે.૧૦ દિવસનો રૂ. ૩૫ લાખ જેટલો ખર્ચ અને અંદાજે રૂ. ૬૦ લાખનો સોનાનો હાર મળી અહીં રૂ. ૧ કરોડના ગણપતિ બાપ્પાની સ્થાપના કરાઈ છે.

રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર જે કે ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આ વખતે ૧૫માં વર્ષે જે.કે. ચોક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વૈદિક થીમ સાથે ડેકોરેશન કરવામા આવ્યુ છે. આ મહોત્સવમાં ૫૦ ફૂટ આડો અને ૮૦ ફૂટ લાંબો એસી વાળો ડોમ તૈયાર કરાયો છે. ગણપતિ દાદાની ૯ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને મૂર્તિના ફરતે આખો દિવસ ૮ જેટલા સફેદ ઉંદર પ્રદક્ષિણા કરી રહ્યા છે.

આયોજક બલરાજસિંહ રાણાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, જે. કે. ચોક ખાતે આ વખતે સતત ૧૫મા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ વખતે ગણપતિ દાદાનો ડાયમંડથી શણગાર કરવામાં આવેલો છે.

એક ભક્ત દ્વારા અહીં ગણપતિ દાદાને ૮૦૦ ગ્રામ સોનાનો હાર પહેરાવવામાં આવેલો છે. દરરોજ અંદાજે ૫૦,૦૦૦ ભાવિકો દર્શનનો લાભ લે છે. ૧૭મીએ વિસર્જન યાત્રા નીકળશે. હનુમાન ધારા ખાતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામા આવશે. અન્ય આયોજક કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, મૂર્તિને ડાયમંડથી શણગાર કરવામા આવેલો છે. વિÎનહર્તા દેવ સાફામાં સજ્જ છે. એક હાથમાં ત્રિશૂલ અને એક હાથમાં ફરસી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.