રૂ.૩ લાખની વીંટીની ચોરી કરી કામવાળી ફરાર
રાજકોટ, શહેરના ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર પાટીદાર ચોક પાસે નંદ એમ્પાયરમાં ફલેટ નં.૩૪રમાં રહેતી મહિલા વેપારી શ્વેતાબેન દિનેશભાઈ પરસરામપુરીયા નામની મહિલાએ રાજસ્થાનના ભુજા ગામની સવિતાબેન રતનાભાઈ મીણા નામની કામવાળી મહિલા કબાટમાંથી રૂ.૩ લાખની કિંમતની સોલીટેર સફેદ ડાયમંડની વીટીની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી શ્વેતાબેનને ઘરમાં ર૪ કલાક કામવાળી મહિલા જોઈતી હોય તેના મિત્ર અંકિત સુનીલભાઈ આર્યને વાત કરી હતી અને અંકીતે તેના ઘેર રાહુલ નામનો છોકરો કામ કરતો હોય તેના ભાઈ સંજયને વાત કરી હતી અને બાદમાં અંકિતે સંજયનો મોબાઈલ નંબર આપ્યો હતો અને શ્વેતાબેનએ ફોન કરી સંજયને ઘેર બોલાવ્યો હતો.
બાદમાં સંજય તેની સાથે અલ્પેશ અને સવીતાબેન મીણાને લઈને ગયો હતો અને તા.રપ/૬ના કામ શરૂ કર્યું હતું. બાદમાં તા.૧૯.૮ના શ્વેતાબેન સવારે જાગ્યા હતા ત્યારે કામવાળી સવિતાબેન મીણા જોવા નહી મળતા શોધખોળ શરૂ કરી હતી
પરંતુ કોઈ ભાળ નહી મળતા ઘરના સીસીટીવી કેમેરા તપાસતા સવીતાબેન મીણા સામાન લઈ જીતી રહી હોવાનું જાણવા મળ્યું હતું અને કબાટમાં તપાસ કરતા રૂ.૩ લાખની વીંટીની ચોરી થઈ ગયાની જાણ થઈ હતી. પોલીસે કુટેજના આધારે સવીતાબેન મીણાની શોધખોળ શરૂ કરી હતી.