Western Times News

Gujarati News

અલગ-અલગ બે બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

રાજકોટ, રાજકોટમાં લાલપરી નદીમાંથી કોહવાયેલી લાશ મળી આવી હતી. મહિલાની હત્યા તાંત્રિક વિધિ માટે કરાઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી લાશના ટુકડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બે અલગ-અલગ થેલામાંથી લાશનાં ટુકડા મળ્યા હતા. Rajkot Latest crime news Gujarati

હાથ-પગ-માથું અને ધડ અલગ-અલગ થેલમાંથી મળ્યા હતા. પોલીસને મૃતદેહ જે થેલામાંથી મળ્યો તે થેલામાંથી ૪ ભગવાન શિવના લોકેટ મળ્યા છે.  સજનસિંહ પરમાર, મનોજ શર્મા સહિત પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આજે રાજકોટમાં બનેલી મહિલાની હત્યાની ઘટના થોડા સમય પહેલા જ રિલીઝ થયેલા ‘દ્રશ્યમ-૨’ ફિલ્મ જેવી જાેવા મળી હતી.

આ ફિલ્મની માફક જ મહિલાના શરીરના અલગ-અલગ ટુકડાઓ કરી દેવામાં આવ્યા હતા અને તેને બે બેગમાં પેક કરી દીધા હતા. ત્યારબાદ મૃતદેહને લાલ પરી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યા કરવાની જે પદ્ધતિ છે તે સૌ કોઈને ચોંકાવી દેનારી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. આ ઘટનાએ સૌપ્રથમ પોલીસ માટે પણ સૌથી મોટો પડકાર બની છે. કારણ કે આ ઘટનામાં મૃતકની ઓળખ નથી.

સૌપ્રથમ આ મહિલા કોણ છે? તે ક્યાં રહેતી હતી તે જ સૌથી મોટો સવાલ છે? તો બીજી તરફ આ હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શું કામ કરવામાં આવી? કઈ રીતે કરવામાં આવી? તેવા અનેક સવાલો પોલીસ સામે છે. હાલ તો પોલીસ તાંત્રિક વિધિમાં હત્યા કરી હોવાનું માની રહી છે પરંતુ આ મામલે હજુ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. તો બીજી તરફ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગત ખુલી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.