રાજકોટ યાર્ડમાં જીરૂ, કપાસ, મગફળીના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી
(એજન્સી)રાજકોટ , રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં જીરાની આવક શરૂ થઈ છે. આ સાથે જ આ વખતે જીરાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખેડૂતોને જીરાનો પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જાેવા મળી રહી છે.
પહેલીવાર જીરાનો ભાવ ૬ હજારને પાર પહોંચ્યો છે.જીરાનો પહેલો સોદો ૬ હજાર ૩૦૦ રૂપિયામાં થયો છે.આમ આ વખતે જીરાના પાકની બજાર ઉંચી ગઈ છે. જેથી ખેડૂતો જીરાનું વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.
જીરાની સાથે સાથે કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરતા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.એમાં પણ ખેડૂતોને અત્યારે પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં હોવાથી રોજ હજારો ખેડૂતો તેનો માલ વેચવા માટે આવી રહ્યાં છે.
માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારે વાહનોની લાંબી લાઈનો પણ જાેવા મળે છે. અહિંયા દુર દુરથી ખેડૂતો તેનો પાક વેંચવા માટે આવી રહ્યાં છે.માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ૧૫૫૦થી ૧૭૫૦ બોલાયા, ઘઉંનો ભાવ ૫૧૦થી ૫૬૦ રૂપિયા, મગફળીના ભાવ ૧૧૦૦થી ૧૨૭૦ રૂપિયા, સોયાબીનના ભાવ ૧૦૦૦થી ૧૧૮૦ રૂપિયા,
લાલ સુકા મરચાના ભાવ ૩૨૦૦થી ૪૫૦૦ રૂપિયા બોલાયો હતો.આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી અહિંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહિંયા આવી રહ્યાં છે.