રાજકોટમાં પતિએ શંકા કરતા માતાએ બે વર્ષના પુત્રની કુવામાં ફેંકી હત્યા કરી

બેટી રામપરામાંથી મળેલા બાળકમાં મૃતદેહના મામલે ચોકાવનારો ખુલાસો
મહિલાએ પોલીસ સામે કબૂલ્યું કે, પોતે દીકરા રાયધનને કુવાડવાથી આગળ એક કુવામાં ફેંકી દીધુ છે
રાજકોટ,
રાજકોટના રામપરા બેટીમાંથી મહિના પહેલા માસૂમ બાળકના મળેલા મૃતદેહમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળક પ્રેમીથી જન્મ્યું હોવાની શંકા પતિ વારંવાર કરતો હતો અને ઝઘડા કરતો હતો. આથી ત્રાસેલી પત્ની બાળકને કૂવામાં ફેંકીને હત્યા કરી નાખી હતી. થોરાળા પોલીસે પુત્રની હત્યાના મામલે માતાની અટક કરીને તપાસ હાથ ધરી છે. કુવાડવા પાસે બેટી રામપરા ગામના પાટિયા પાસે વાડીના કૂવામાંથી આશરે બે વર્ષના બાળકનો મૃતદેહ ગત ૨૩ મી ફેબ્›આરીના રોજ મળી આવ્યો હતો. આ મૃતદેહ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં રાજકોટના ભારતનગરમાં રહેતી ભાવના ઉર્ફ ભાવુ રણછોડ કીહલાના પુત્ર રાયધનનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
બીજી તરફ ભારતનગરમાં રહેતી ભાવના ઉર્ફે ભાવુ રણછોડ કિહલાને લઇને તેણીના માવતર પક્ષના લોકો થોરાળા પોલીસ સ્ટેશન આવ્યાં હતા. પીઆઇને મળી તેમણે કહ્યું હતું કે, ભાવુના પતિ રણછોડે તેમના દીકરા રાયધન (ઉ.૨)ની હત્યા કરી મૃતદેહ ક્યાંક ફેંકી દીધો છે. આ સાંભળી પીઆઇએ તુરત જ પોતાની ટીમ સાથે મળી તપાસ શરૂ કરી હતી અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રણછોડ કિહલાને ઉઠાવી લીધો હતો. પોલીસની પૂછપરછમાં તેણે કહ્યું હતું કે બાળક મારા થકી નથી જન્મ્યુ એવી મને શંકા હોવાથી મારે પત્ની ભાવુ સાથે માથાકૂટ થઇ હતી. આથી ભાવુએ પોતે આ બાળક પોતાના પ્રેમીને આપી આવે છે તેમ કહી ૨૧ ફેબ્›આરી કે આસપાસના દિવસે ઘરેથી બાળકને લઇને નીકળી હતી અને પરત આવી ગઇ હતી.
તેમજ તેણીએ પોતે પ્રેમીને બાળક આપી આવે છે તેવું કહેતાં પોતે સાચુ માની લીધું હતું.આથી પોલીસ દ્વારા શંકાના આધારે ભાવુની પુછપરછ શરૂ થઇ હતી. મહિલાએ પોલીસ સામે કબૂલ્યું હતું કે, પોતે દીકરા રાયધનને કુવાડવાથી આગળ એક કુવામાં ફેંકી દીધુ છે. આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી. આમ બાળકની હત્યાનો ખુલ્યો હતો. પોલીસની વિશેષ તપાસમાં ખુલ્યું હતું કે, ચોટીલાના થાનમાં ખાખળાથર માવતર ધરાવતી ભાવુના લગ્ન ૪ વર્ષ પહેલા રાજકોટમાં છકડો રિક્ષાચાલક રણછોડ કીહલા સાથે થયા હતાં. દરમિયાન ભાવુએ એક દીકરા રાયધનને જન્મ આપ્યો હતો.