માતાએ બાળકને છતથી નીચે ફેંકી દેવા લટકાવ્યો પણ…

(એજન્સી)રાજકોટ, માતા એ માત્ર જન્મદાત્રી નથી, પરંતુ નિસ્વાર્થ પ્રેમ અને નિશ્ચિત સમર્પણનું એક જીવંત ઉદાહરણ છે ત્યારે માં ના નામને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં હૈયું હચમચાવી નાંખે તેવી ઘટના ઘટતા રહી ગઈ.
કોઈ કારણે એક માતાએ પોતાના બાળકને આવાસ યોજનાની છત ઉપરથી નીચે ફેંકી દેવા લટકાવ્યો હતો. પરંતું એક રાહદારીએ જોઈ જતા બાળકને ફેંકે એ પહેલા જ બચાવી લેવામાં આવ્યો હતો.ગોકુલધામ આવાસ યોજનાના એક ક્વાર્ટસમાં એક મહિલા બીજા માળેથી પોતાના પુત્રને ફેંકવાનો પ્રયાસ કરી રહી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા કોઈ જાગૃત નાગરિકે જોયું હતું, અને તેઓ બાળકને બચાવવા દોડી ગયા હતા.
તેઓએ મહિલાના હાથમાંથી બાળકને છોડાવ્યો હતો. પતિ-પત્ની વચ્ચે ગૃહકંકાસમાં મહિલાએ કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે. બાળકને નીચે ફેંકે તે પહેલાં જ બચાવી લેવાયું હતું.વીડિયો વાયરલ થયા બાદ પોલીસે નિવેદન લીધા છે. મહિલા બાળકને ડરાવતી હોવાનો ખુલાસો કર્યો છે. થોડીવાર પહેલાં જ પાડોશી સાથે ઝઘડો પણ થયો હતો.
ગોકુલધામ આવાસ યોજનાનો વીડિયો વાયરલ થયો હતો.ગોકુલ ધામ આવાસ યોજનાનો વિડીયો વાયરલ થવાનો મામલામાં મહિલાની ઓળખ થઈ છે. મહિલાએ કબૂલ્યું કે, તેણે જ બાળકને છત ઉપર લઈ જઈને નીચે ફેંકવા લટકાવ્યો હતો. જેના બાદ બાળકને બચાવવા પતિ છત ઉપર દોડી આવ્યો હતો. હિન્દી ભાષી પરિવારના બાળકે નીચે પથ્થર ફેંકતા પાડોશી સાથે ઝગડો થયો હતો.
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પતિ-પત્નીને પોલીસ મથકે બોલાવાયા હતા. મહિલાને થોડીવાર પહેલા પાડોશી સાથે ઝઘડો પણ થયો હતો. આવાસ યોજનાના ફ્લેટ ધારક શારદાબેન ભીલે કહ્યું કે, એક વર્ષથી અમારા ફ્લેટમાં સંગીતાબેન ભાડે રહે છે. અમને ખબર નહીં કે તેઓને પતિ પત્નીને શું ઝગડો છે. તેઓ અમારો ફ્લેટ ખાલી કરી નાંખવાના છે. હકીકત સામે આવ્યા બાદ અમને પણ આ બાબતે આશ્ચર્ય થયું છે.