રાજકોટવાસીઓ દ્વારા કરવામાં આવ્યું વડાપ્રધાનનું ભાવભર્યું સ્વાગત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/rajkot-road1-1024x650.jpg)
આ ગુજરાતમાં વિમાન પણ બનશે, આ રાજકોટમાં વિમાનના સ્પેરપાર્ટ પણ બનતા થઇ જશે.
રાજકોટ : સૌરાષ્ટ્રવાસીઓને વિકાસની ભેટ આપવા રાજકોટ આવેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું નગરજનો દ્વારા કરવામાં આવ્યું ભાવભર્યું સ્વાગત કર્યુ હતું.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વિકાસ પુરુષ તેમજ દેશને આત્મનિર્ભર ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારતની દિશા આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો રાજકોટ ખાતે યોજાયો હતો રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધીના રોડ-શોમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓએ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી પર ગુલાબના ફુલોનો વરસાદ કરી આવકાર્યા અને સમગ્ર રૂટ ભગવા કલરથી રંગાઇને કેસરીયો થયો હતો.
પીએમ મોદીએ જણાવ્યું કે, હમણા દેશના વિવિધ રાજયોના ખેલાડીઓ ગુજરાતમાં રમત સ્પર્ધામાં માટે આવ્યા હતા ત્યારે નવરાત્રીનો તહેવાર હતો, કેટલાક ખેલાડીઓએ ગુજરાતનો અનુભવ શેર કર્યો કે ગુજરાત અને રાજકોટ જોઇ મોઢામાં આંગળા નાખી ગયા.
પહેલા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અસામાજીક તત્વોનું વર્ચસ્વ હતું જનસંઘ તે સમયે લડાઇ લડતું આજે ભાજપની સરકાર બન્યા પછી કાયદો અને વ્યવસ્થા સહજ બની ગયા છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું પોતાના ઘરનું ઘર લેવાનું એક સ્વપ્ન હોય તેને ભાજપ સરકારે પુર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક લોકો રાજકારણમાં આવીને એમના મકાનો મોટા કર્યા પણ ગરીબોના ઘરનો વિચાર ન હતો કર્યો. આજે ગુજરાત અને રાજકોટ ઉદ્યોગમાં આગળ છે.
ગુજરાતમાં 10 લાખ પાકા ઘરની યોજના જાહેર કરી છે જેમાથી 7 લાખ ઘરો તો લાભાર્થીઓને સોપી દીધા છે. ભાજપ સરકાર નવ યુવાનોને પ્રોત્સાહીત કરી રહી છે. દુનિયામાં સસ્તુ ઇન્ટરનેટ ભારત લાવ્યું. આ ગુજરાતમાં વિમાન પણ બનશે, આ રાજકોટમાં વિમાનના સ્પેરપાર્ટ પણ બનતા થઇ જશે. પુરી દુનિયામાં સિરામિકનું જે કામ થાય છે તેનું 13 ટકા એકલા મોરબીમાં થાય છે. આજે જે વિકાસના કાર્યો થઇ રહ્યા છે તેનાથી સંતોષની લાગણી અનુભવું છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી હરદીપસિંઘ પુરીએ સંબોધન કરતા જણાવ્યું કે, શહેરનો વિકાસ યોગ્ય દિશામાં કરવાની આપણી કેન્દ્રની સરકાર પર એક મોટી ચેલેન્જ હતી જેને સહજતાથી સ્વિકારી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં પુરી કરવાનો પ્રયાસ કર્યો છે.
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા પછી ગુજરાતના મહાનગરોનો વિકાસ દેશ માટે ઉદાહરણ રૂપ બન્યું છે. ગુજરાત આજે દેશનું વિકાસ મોડલ બન્યું છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતને વિકાસના અનેક કામોની ભેટ મળી છે અને આવનાર સમયમાં ગુજરાત વિકાસની નવી ઉચાઇ પ્રાપ્ત કરશે.