Western Times News

Gujarati News

રાજકોટની શાળાનું ધોરણ ૧૧નું બે વિષયનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું

Gujarat Univercity CCC exam cancelled

પ્રતિકાત્મક

(એજન્સી)રાજકોટ, ફરી એકવાર નવા વર્ષે ગુજરાતમાં પેપર ફૂટવા સાથે થઈ છે. રાજકોટની ખાનગી શાળાનું પેપર ફૂટ્યું છે. રાજકોટની એક ખાનગી શાળાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. રાજકોટની શ્રદ્ધા વિદ્યાલયના ધોરણ ૧૧નું બે વિષયનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે.

આગામી તારીખ ૩ અને ૪ રોજ લેવાના પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. બી.એ અને ઇકોનોમિકસ વિષયનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કઈ રીતે થયું તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

નવા વર્ષની શરૂઆતમાં જ પેપર વાઇરલથી થઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પેપર વાઇરલ કરવામાં આવ્યું છે. સ્કૂલના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા પેપર વાયરલ કરવામાં આવતા સ્કૂલના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે.

વિતેલાં વર્ષમાં સૌથી મહત્વનો અને હેરાન કરનારો મુદ્દો હોય તો તે પેપરલીંક કૌભાંડ હતો. આવુ જ કંઈક નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતમાં બન્યું છે. રાજકોટની શ્રદ્ધા વિદ્યાલયના ધો.૧૧ના બે વિષયોના પેપર સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. જેના કારણે શાળાના સંચાલકો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શ્રદ્ધા વિદ્યાલયમાં ધોરણ ૧૧ની યુનિટ ટેસ્ટ ૦૩રૂ૦૧રૂ૨૦૨૩- બી. એ. અને ૦૪રૂ૦૧રૂ૨૦૨૩- ઇકોનોમિકનું પેપર યોજાનાર છે. પરંતુ આજે ૦૧રૂ૦૧રૂ૨૦૨૩ના રોજ દોશી હોસ્પિટલ પાછળ આવેલ શ્રદ્ધા ગાર્ડનમાં ફેંકેલા પેપર સિનિયર સિટીઝનના હાથમાં આવતા અને વાંચતા તેઓ આશ્ચર્ય થઈ ગયા હતા.

પરીક્ષાને હજું ૩ દિવસ બાકી છે અને એ પેપરો બગીચામાં ફરે છે? આ સત્તાધીશોની કેટલી બેદરકારી છે? આ ઘટના પાછળ જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

પેપર લીક મામલે શાળાના સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. શાળાના સંચાલક રાજકુમાર ઉપાધ્યાયએ જણાવ્યું છે કે, અમારી શાળાએ હજુ સુધી પેપર તૈયાર કર્યા જ નથી. શાળાના નામનો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે.

શાળાનું એક પણ પેપર લીક થયું નથી. કોઈ હિત-શત્રુએ ધોરણ ૧૧ નું પેપર તૈયાર કરીને સોશિયલ મીડિયામાં ફરતું કર્યું. અમારી શાળાનું ધોરણ ૧૧ નું એક પણ પેપર હજુ સુધી ફાઈનલ થયું નથી કે નથી છપાવા ગયું. જવાબદાર વ્યક્તિ સામે અમે પોલીસ કાર્યવાહી કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.