Western Times News

Gujarati News

રાજકોટ સબ રજિ. કચેરીમાં જમીનોના નકલી દસ્તાવેજો બનાવવાના કૌભાંડની શંકા

Files Photo

ખુદ અધિકારીએ જ સીપીમાં અરજી આપતાં તપાસનો ધમધમાટ

રાજકોટ, રાજકોટ શહેરની ભાગોળે આવેલા મઘરવાડા ગામની કરોડોની જમીન પચાવી પાડવા નકલી દસ્તાવેજો બનાવવાનું કારસ્તાન મળતાં ચકચાર ફેલાઈ છે. આ તમામ જમીનો રપ વર્ષ જૂની હોવાનું પ્ર.નગર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓની સંડોવણીની શંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે ગુનો નોંધવા સહિતની વધુ પ્રક્રિયા શરૂ કરી છે.

જૂની કલેકટર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી સિટી ઝોન-૧ અને ઝોન-રમાં કોન્ટ્રાક્ટર બેઈઝ પર નોકરી કરતાં કર્મચારીઓ દ્વારા બોગસ દસ્તાવેજ કૌભાંડ કરાતું હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેમણે અંદાજે લગભગ ૧૭ જેટલા દસ્તાવેજો બોગસ બનાવવામાં આવ્યા હોય તેવી શંકા દર્શાવી હતી. આખરે તેમની અરજીના આધારે પ્રધ્યુમનનગર પોલીસને તપાસ સોંપવામાં આવી હતી.

પ્ર.નગર તેમજ અન્ય પોલીસ સ્ટાફે રાતભર આ કૌભાંડના પુરાવા એકત્ર કરવા કવાયત કરી હતી. આ સાથે પ્ર.નગર પોલીસ દ્વારા અર્જુન ઝાલા, જયદીપ ઝાલા અને જયેશ નામના ત્રણ કર્મચારીઓને સકંજામાં લઈ પ્ર.નગર પોલીસ મથકની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

આ બોગસ દસ્તાવેજ ઊભા કરનાર ટોળકી દ્વારા અંદાજિત રપ વર્ષ જૂની મરઘાવાડાની કરોડોની જૂની શરતમાં બનાવવામાં આવેલા દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી છે જે જમીનના વારસદારો કોઈ છે નહીં અને જમીન માલિક અવસાન પામ્યા છે. આવી જમીનોના બોગસ દસ્તાવેજો બની ચૂકયા છે. ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ અમુક જમીનોના દસ્તાવેજો સાથે છેડછાડ કરી હોવાની પણ શંકા પણ સેવાઈ રહી છે.

પોલીસે શકમંદ જયદીપ શાંતિલાલ ઝાલાને ઉઠાવી લીધા પછી તેની એકટિવાની તલાસી લેતાં તેમાંથી ૧.૧૭ લાખની રોકડ મળી આવી હતી અને એક અડધી દારૂની બોટલ પણ મળી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.