Western Times News

Gujarati News

રાજકોટમાં ચાની લારી ચલાવતા પિતાના દીકરાની મહેનત ફળી

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ચાની લારી ચલાવતા પિતાના દીકરાએ બોર્ડમાં ટોપ કર્યું છે. ભણવાની સાથે આ દીકરો પોતાના પિતાની ચાની લારી પર પણ મદદ માટે જતો હતો. રાજકોટ શહેરના મોદી સ્કૂલમાં અભ્યાસ કરનારા તેમજ ચાની લારી ચલાવનારા પિતાના પુત્રએ પોતાની મહેનતથી ૯૯.૯૯ પર્સન્ટાઈલ મેળવ્યા છે.

પરમાર રાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારે એકાઉન્ટ, અર્થશાસ્ત્ર તેમજ એસપી એન્ડ સીસી જેવા વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્‌સ આવ્યા છે. મારા પિતા નારણભાઈ છેલ્લા છ સાત વર્ષથી ચાની લારી ચલાવે છે. આ સાથે તેણે જણાવ્યુ છે કે, હું રોજ સ્કૂલ દ્વારા આપવામાં આવતું ડે ટુ ડે વર્ક કરતો હતો. તેમજ સ્કૂલ દ્વારા યુનિટ ટેસ્ટ, વિકલી ટેસ્ટ તેમજ ડિઝાઇનર ટેસ્ટ લેવામાં આવતી હતી. તે તમામ ટેસ્ટમાં પણ હું સારો દેખાવ કરતો હતો.

રોજ બેથી ત્રણ કલાક હું મારા પિતાની ચાની લારી પર પણ તેમની મદદ માટે જતો હતો. તેમજ સ્કૂલ સિવાય ઘરે છથી સાત કલાક જેટલું વાંચન કરતો હતો. આગામી સમયમાં મારે સીએ બનવું છે.

તેમજ પોતાના પરિણામ બાબતે શ્રેય મોદી સ્કૂલના ટ્રસ્ટી રÂશ્મકાંત મોદી તેમજ પોતાના શિક્ષકો તેમજ માતા પિતાને જતો હોવાનું જણાવ્યું છે. પોતાનો પુત્ર બોર્ડ પ્રથમ આવવાથી નારણભાઈ તેમજ તેમની પત્નીના આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. દીકરાને બોર્ડ પ્રથમ આવતા ચાની લારી ચલાવનાર નારણભાઈ અને તેમની પત્ની દ્વારા ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, દીકરાએ પોતાનું નામ તેમજ કુટુંબનું નામ રોશન કર્યું હોવાનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.