રાજકોટથી મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન

File PHoto
યાત્રીઓની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળાની સીઝન દરમિયાન વધતી માંગને પહોંચી વળવા, વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ વચ્ચે સ્પેશિયલ ફેર પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.
વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09005/09006 મુંબઈ સેન્ટ્રલ – રાજકોટ સુપરફાસ્ટ સ્પેશિયલ [34 ફેરા]
ટ્રેન નંબર 09005 મુંબઈ સેન્ટ્રલ – રાજકોટ સ્પેશિયલ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે રાત્રે 23:20 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે 11:45 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલથી 28 મે, 2025 સુધી દોડશે. તે જ રીતે, ટ્રેન નંબર 09006 રાજકોટ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 18:30 કલાકે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે સવારે 07:30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 22 એપ્રિલથી 29 મે, 2025 સુધી દોડશે.
માર્ગમાં આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશન પર બંને દિશામાં રોકાશે.
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ સામેલ છે.