Rajkot TRP Fire: આ છોકરાની બહાદુરીથી 15 લોકોના જીવ બચ્યાં
‘હું અને મારો ૧૦ વર્ષીય કઝિન બોલિંગ કરવા માટે ગયા હતા. અમે બોલિંગ કરી રહ્યાં હતા ત્યારે આગ લાગી હતી. ત્યાંનો સ્ટાફ અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઇ ગયો હતો.
(એજન્સી)રાજકોટ, રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોત થયા છે. જ્યારે TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી, ત્યારે દક્ષ કુંજડિયા હાજર હતો. આ ઘટનાને લઈને તેમણે જણાવ્યું કે, ‘ઈમરજન્સી ગેટની નીચે જ આગ લાગી હતી. તેથી ત્યાંથી નીકળી શકાય તેમ હતું નહીં.
મુખ્ય દરવાજા લોક થઈ ગયા હતા. મેં પતરું તોડ્યું તો મારી સાથે બીજા ૧૫ લોકો કૂદકા મારીને ત્યાંથી નીકળી શક્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ્રોલના કેન પડ્યા હતા અને વેÂલ્ડંગનું કામ પણ ચાલુ હતું.’ રાજકોટ અગ્નિકાનમાં પ્રત્યક્ષદર્શી દક્ષ કુંજડિયાએ જણાવ્યું હતું કે, ‘હું અને મારો ૧૦ વર્ષીય કઝિન બોલિંગ કરવા માટે ગયા હતા. અમે બોલિંગ કરી રહ્યાં હતા ત્યારે આગ લાગી હતી. ત્યાંનો સ્ટાફ અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઇ ગયો હતો.
“જો લોકો વીડિયો ઉતારતા ના રહ્યા હોત અને મદદ કરી હોત તો ઘણા જીવ બચી ગયા હોત”: ઘટનામાં બચી જનાર દક્ષ કુંજડિયા#RajkotTRPGameZone #rajkotnews #trpgamezonefire #rajkotfire #gamezonefire #Gujarat #ZEE24KALAK pic.twitter.com/QcvTUbnvnE
— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2024
આગ જે લાગી હતી તે ઇમરજન્સી એÂક્ઝટ પાસે જ લાગી હતી. અમારો ઇમરજન્સી ગેટ અને એન્ટ્રી ગેટ બધુ બંધ થઇ ગયું હતું. અમારી પાસે બહાર નિકળવા માટે કોઇ ઓપ્શન ન હતું. મે કોર્નરમાં પતરું તોડીને હું અને ૧૫ લોકો બહાર નીકળી ગયા હતા.
“જો લોકો વીડિયો ઉતારતા ના રહ્યા હોત અને મદદ કરી હોત તો ઘણા જીવ બચી ગયા હોત”: ઘટનામાં બચી જનાર દક્ષ કુંજડિયા#RajkotTRPGameZone #rajkotnews #trpgamezonefire #rajkotfire #gamezonefire #Gujarat #ZEE24KALAK pic.twitter.com/QcvTUbnvnE
— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2024
નાના બાળકો ટ્રેમ્પોલિંગ પાર્કમાં હતા. બોલિંગમાં એન્ટ્રી અને એÂક્ઝટ માટેનો એક જ ગેટ હતો. જે કાચનો હતો. તેમાં રબ્બરની પ્લેટ લાગી હતી જે ગરમ થવાથી ચોંટી ગઇ હતી અને તેના કારણે ગેટ ખુલી શક્યો ન હતો. ત્યાં કોઇ ફાયર એક્સિક્યુઝન હતા નહીં. તેમનો સ્ટાફ અમારી જોડે લોક થઇ ગયો હતો. ધૂમાડો એટલો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.’
#Gujarat : CCTV footage of #Rajkot Game Zone fire tragedy emerges pic.twitter.com/cLbsxishEQ
— Kaushik Kanthecha (@Kaushikdd) May 26, 2024