Western Times News

Gujarati News

Rajkot TRP mall : ઈમ્પેક્ટ ફી થકી ગેમ ઝોનને કેવી રીતે રેગ્યૂલાઇઝ કરાઇ તેની પણ તપાસ કરવામાં આવી

રાજકોટ અગ્નિકાંડ મામલામાં સીટના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતી થયાના ખુલાસા

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ૨૫ મેએ થયેલી ગેમ ઝાન અગ્નિકાંડ પર મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝાનમાં વેÂલ્ડંગ કામ દરમિયાન આગ લાગી ગઇ હતી. દુર્ઘટનાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝાનમાં વેÂલ્ડંગ કામ દરમિયાન આગ લાગી ગઇ હતી, જેમાં ૨૮ લોકો જીવતા ભડથૂ થઇ ગયા હતા. આ ઘટનાને લઇને સરકાર એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવા અને આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. હવે આજે રાજકોટ ગેમ ઝાન અગ્નિકાંડ મામલે મોટી મહત્વની જાણકારી સામે આવી છે.

ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં ૨૮ લોકોના જીવ હોમાયા હતા. જ્યાં ૨૮ લોકોના મોત બાદ હોબાળો થયો અને બાદમાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી. હવે આ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે. અગ્નિકાંડની તપાસ કરનારી સીટના રિપોર્ટને લઈ જાણકારી સામે આવી છે.

સીટનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે. સીટના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરિતી થયાના ખુલાસો થયા છે. ગેમ ઝાનની ગતિવિધીઓ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદનો આ માટે લેવામાં આવ્યા છે. આરએમસી, પોલીસ, પીડબલ્યુડીના અધિકારીઓના નિવેદનો લેવાયા છે. આ ઉપરાંત આરએન્ડબીવિભાગ, પૂરવઠા વિભાગના અધિકારીઓના પણ નિવેદનો લેવાયા છે.

ઈમ્પેક્ટ ફી થકી ગેમ ઝાનને કેવી રીતે રેગ્યૂલાઇઝ કરાઇ તેની પણ તપાસ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ખુલ્યુ છે કે, કયા એન્જિનીયરે સલાહ આપી હતી તેની પણ તપાસ થશે. આ ઉપરાંત કયા-કયા નકલી દસ્તાવેજો ઉભા કરાયા હતા તેની પણ તપાસ થશે. સીટની તપાસ હજુ પણ ચાલુ રહેશે. ખાસ વાત છે કે, ગાંધીનગરમાં રિપોર્ટ સોંપીને સીટની ટીમ રાજકોટ રવાના થશે.

આ ભયંકર દુર્ઘટનાને લઇને અનેક ખુલાસા સામે આવ્યાં છે કે આ ગેઇમ ઝોનમાં જનારેને એક ફોર્મ ભરાવીને તેમાં સહી કરવામાં આવતી હતી. આ ફોર્મ દ્વારા જાનહાનિ કે પ્રોપર્ટીના નુકસાનની જવાબદારી ગ્રાહક પર જ ઢોળવામા આવી છે.

ટીઆરપી ગેમ ઝોનની શરત હતી કે, રમો કે મરો જવાબદારી તમારી ને માત્ર તમારી રહેશે. ગો કાર્ટ, પેઈન્ટબોલ રમતા મૃત્યુ થાય કે પ્રોપર્ટીને નુકસાન થાય તો પણ જવાબદારી ગ્રાહકની, આ પ્રકારની બાહેંધરી લેવાતી હતી.

રાજકોટમાં ૪૮ કલાક બાદ પણ ૨૮માંથી ૧૩ મૃતદેહ ઓળખી શકાયા છે. ૧૩ પૈકી ૮ મૃતદેહ અંતિમક્રિયા માટે તેમના સગા સબંધીઓને સોંપાયા છે. છેલ્લા ૪ દિવસથી રંગીલું રાજકોટ શોકમગ્ન છે. શહેરમાં અનેક બજારો રહી બંધ રહી હતી. વકીલોએ પણ કામથી અળગા રહીને શોક વ્યક્ત કર્યો હતો.

ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવાના શરૂ કરવામં આવ્યા છે. રાજકોટ મહાપાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા છે. ડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી અને ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઈને પણ ખસેડાયા છે. ત્રણેય આઈપીએસ અધિકારીઓની પણ બદલીના આદેશ ટૂક સમયમાં મળશે.

અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક ઓથોરિટીની કાઢી ઝાટકણી કાઢી છે. કહ્યું દુર્ઘટના બાદ હવે રાજ્યની મશીનરી પર અમને નથી ભરોસો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટનો વેધક સવાલ, શું તમે આંધળા થઈ ગયા હતા, તમે શું ઉંઘતા હતા, કોર્ટ કહ્યું કે, દુર્ઘટના પાછળ રાજકોટ મનપા અને મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી છે.

જે સ્પષ્ટ છે.રાજકોટ મહાપાલિકાના સત્તાધીશોને ઝાટકતા હાઈકોર્ટે કહ્યું કે , ટીઆરપી ગેમિંગ ઝોને ફાયર એનઓસી કે જરૂરી મંજૂરી મેળવી ન હતી તો વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી તમે કર્યું શું… તમારા અધિકારીઓએ કેમ ચેકિંગ કે તપાસ ન કરી… દુર્ઘટના સુધી કેમ ન હતી ફાયર એનઓસી , સ્ટ્રકચર સ્ટેબિલીટી કે અન્ય કોઈ મંજૂરી?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.