રાજકોટ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન શ્રીનાથધામ હવેલીના સપ્તમ પાટોત્સવની ઉજવણી

અમદાવાદ, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા રાજકોટ ખાતે આયોજિત VYO શ્રીનાથધામ હવેલીના સપ્તમ પાટોત્સવની ઉજવણીમાં પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી સહિત મહાનુભાવો અને ભાવિક ભક્તોની સાથે સહભાગી થવાનો અવસર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રાપ્ત થયો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, આ પ્રસંગે સંસ્થા દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ અને દેશભરમાં 1 કરોડ નિ:શુલ્ક ટેસ્ટની સેવાનો શુભારંભ થયો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત ભારત માટે સ્વસ્થ-નિરોગી સમાજના નિર્માણને પ્રાધાન્ય આપ્યું છે,
ત્યારે થેલેસેમિયા જેવા રોગોમાંથી મુક્તિ માટે સરકાર અને સમાજ સાથે મળીને કામ કરે તે અનિવાર્ય છે. થેલેસેમિયાથી મુક્તિ માટે જનજાગૃતિ ખૂબ જ જરૂરી છે. સંસ્થાના સમર્પિત કાર્યકર્તાઓને આ સેવા પ્રકલ્પ માટે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છે. શ્રી વ્રજરાજકુમારજીના માર્ગદર્શનમાં સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય, સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર સહિતના અનેકવિધ સેવાકાર્યો થઈ રહ્યા છે, જે સરાહનીય છે.