રાજકુમાર રાવ ૧૬ વર્ષની ઉંમરથી શુક્રવારે સંતોષી માનું વ્રત રાખે છે
મુંબઈ, બોલિવૂડના નવી પેઢીના એક્ટર્સમાં મક્કમ ગતિએ રાજકુમાર રાવ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘શ્રીકાંત’માં રાજકુમાર રાવની એક્ટિંગને સામાન્ય ઓડિયન્સથી માંડીને મોટાં સ્ટાર્સે વખાણી છે. રાજકુમાર હાલ આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમણે ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાની માતા તરફથી મળેલા અમૂલ્ય વારસા અંગે વાત કરી હતી.
રાજકુમારે જણાવ્યું હતુ કે, તેઓ ૧૬ વર્ષની ઉંમરથી દર શુક્રવારે સંતોષી માતાનું વ્રત રાખે છે. માતાએ વારસામાં વ્રત કરવાની પરંપરા આપી હતી અને માતાના નિધન બાદ પણ તેમણે આ પરંપરા જાળવી રાખી છે. રાજકુમાર દર શુક્રવારે સંતોષી માતાનું વ્રત રાખે છે.
રાજકુમાર રાવના માતા કમલ યાદવ આ વ્રત કરતા હતા. નાનપણથી જ રાજકુમારે પોતાની માતાનું અનુસરણ કર્યું હતું. ૧૬ વર્ષની ઉંમરતી આ વ્રતને તેઓ નિષ્ઠાથી કરી રહ્યા છે. ૨૦૧૯માં રાજકુમારના માતાના નિધન બાદ પણ તેઓ આ વ્રત કરી રહ્યા છે. પ્રમોશન અને શૂટિંગ દરમિયાન આ વ્રત કરવાનું રાજકુમાર માટે પડકારજનક હોય છે. સેટ પર અને ઈવેન્ટ દરમિયાન શરીરમાં એનર્જી રાખવાની જરૂર હોય છે.
સતત દોડધામથી ભૂખ પણ લાગે છે. જો કે તેઓ નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરે છે. દિવસ દરમિયાન બિઝી શીડ્યુલ વચ્ચે પણ તેઓ ક્યારેય જમતા નથી. ક્યારેક ન ચાલે તેવું હોય તો રાત્રે એક ટાણું કરી લે છે.SS1MS