રાજકુમાર સુપરસ્ટાર પણ બાળકો નીકળ્યાં મહાફ્લોપ
મુંબઈ, દિગ્ગજ એક્ટર રાજકુમાર પોતાના ડાયલોગ ડિલિવરી અને એક્ટિંગ માટે બોલિવૂડમાં ફેમસ છે. તે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ જ્યારે પણ જાેરદાર અવાજ અને રસપ્રદ અભિનયની વાત થાય છે ત્યારે દરેકના હોઠ પર રાજકુમારનું નામ સૌથી પહેલા આવે છે. રાજકુમારે ૬૦ થી ૮૦ના દાયકા સુધી દર્શકો પર રાજ કર્યું. તેઓ તેમના સમયના સુપરસ્ટાર રહ્યા છે.
એક સમય એવો હતો જ્યારે ફિલ્મમાં રાજકુમારની હાજરી તેના હિટ થવાની ગેરંટી હતી. ‘પૈગમ’, ‘વક્ત’, ‘નીલકમલ’, ‘પાકીઝા’, ‘મર્યાદા’, ‘હીર રાંઝા’, ‘સૌદાગર’, ‘ક્રાંતિવીર’ જેવી શાનદાર ફિલ્મોમાં રાજકુમારની એક્ટિંગ જાેવા મળી હતી. તેમના અંગત જીવનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે, રાજકુમારે એર હોસ્ટેસ જેનિફર સાથે લગ્ન કર્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકુમાર સાથે લગ્ન કર્યા બાદ જેનિફરે હિંદુ રીતિ-રિવાજ મુજબ પોતાનું નામ બદલીને ગાયત્રી કરી દીધું હતું. રાજ કુમાર-જેનિફરને ત્રણ બાળકો હતા. જેમાં એક્ટર પુરુ રાજકુમાર, અભિનેત્રી વાસ્તવિકતા પંડિત અને પાણિની રાજકુમાર છે. રાજકુમારની જેમ, તેના પહેલા પુત્ર પુરુ અને દીકરી વાસ્તવિકતાએ તેમના જેવો જ સ્થાન હાંસલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બંને તેમના લક્ષ્યમાં ફ્લોપ સાબિત થયા.
પુરુ રાજકુમારે ૧૯૯૬માં ફિલ્મ ‘બાલ બ્રહ્મચારી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એવું કહેવાય છે કે પુરુ રાજકુમારે ૧૬ ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવી છે, પરંતુ સત્ય એ છે કે તેઓ ક્યારેય પડદા પર પોતાની ઓળખ બનાવી શક્યા નહોતા, હિટ-સુપરહિટની વાત તો છોડો પરંતુ તેઓ સામાન્ય એક્ટરના રુપે પણ પોતાની ઓળખ બનાવી નહતા શક્યા. છેલ્લીવાર ૨૦૧૪માં પુરુ ‘એક્શન જેક્શન’માં જાેવા મળ્યો હતો, પરંતુ ત્યાં પમ તેને કોઈ ખાસ ઓળખ નહતી મળી.
છેલ્લા ૭ વર્ષથી તેઓ પડદાંથી દૂર છે. ૫૨ વર્ષના પુરુ લાંબા સમયથી ક્યાં છે અને શું કરે છે? આ વિશે કોઈ ખાસ જાણકારી કોઈને નથી ખબર. કારણકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે પુરુ લાઈમલાઈટથી પણ દૂર થઈ ચુક્યા છે. પુરુની જેમ, તેની બહેન વાસ્તવિકતા પંડિતનો પણ એવો જ હાલ થયો. વાસ્તવિકતાએ વર્ષ ૧૯૯૬માં બોલિવૂડમાં પોતાનું પગલું ભર્યુ હતું. પરંતુ, એક દાયકા સુધી કામ કર્યા બાદ પણ તે સફળ ન થઈ શકી.
વર્ષ ૨૦૦૦ ડિરેક્ટર નિર્દેશક લોરેન્સ ડિસૂઝાએ પોતાની ફિલ્મ ‘દિલ ભી ક્યા ચીઝ હે’થી છેલ્લા સમયે રિપ્લેસ કરી દીધું હતું. આ ફિલ્મમાં તેની સામે અર્જુન બાજવા હતાં. આ ફિલ્મથી બહાર થયા બાદ તેણે કોઈ ફિલ્મ સાઇન નથી કરી.SS1MS