રાજકુમાર ફ્લોપ ફિલ્મો પર પણ વસૂલતો તગડી ફી
મુંબઈ, બોલિવૂડમાં જ્યારે દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર, ધર્મેન્દ્ર, શશિ કપૂર, રાજેશ ખન્ના, મનોજ કુમાર, ફિરોઝ ખાન, રાજ કપૂર અને દેવ આનંદ જેવા દિગ્ગજ કલાકારો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા હતા, તે સમયે રાજકુમારનો દરજ્જો પણ કોઇનાથી ઓછો નહોતો.
ઘણીવાર તેમના અણઘડ સ્વભાવને કારણે ઘણી વખત ડિરેક્ટર અને તેમના કો-સ્ટાર્સ તેમના પર ગુસ્સે થઈ જતા હતા.
રાજકુમાર એવા કલાકારોમાંથી એક હતા જેમણે હંમેશા પોતાની શરતો પર કામ કર્યું. તે ક્યારે ગુસ્સે થઇ જશે તે કહેવું મુશ્કેલ હતું. આ જ કારણ છે કે અભિનેતા રાજકુમાર સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ ફિલ્મી ગલિયારીમાં ફેમસ છે.
એવું કહેવાય છે કે રાજકુમારને પોતાના કામમાં ઘણો વિશ્વાસ હતો. તે દરેક ફિલ્મમાં ૧૦૦% આપતો હતો. કદાચ તેથી જ તેણે ક્યારેય કોઈ પણ સંજોગોમાં ફીને લઇને સમાધાન કર્યું નથી.
દરેક ફિલ્મમાં વિલન પર પોતાના અંદાજથી હાવી રહેતા રાજકુમારને લઇને કહેવામાં આવે છે કે બોક્સ ઓફિસ પર ફિલ્મો ફ્લોપ થાય કે સુપરહિટ તેમને તે વાતથી કોઇ ફેર પડતો ન હતો.
રાજકુમાર જ્યારે પણ કોઇ નવી ફિલ્મ સાઇન કરતાં તેમાં પોતાની ફીસ વધારીને જ લેતા. તેની પહેલા ભલે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા માથે કેમ ન પટકાઇ હોય. રાજકુમારે એકવાર ‘લેહરન’ને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાની ફીને લઇને ઘણી વાતો શેર કરી હતી.
વાતચીતમાં સુપરસ્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ પણ ફિલ્મ મેકર્સ પાસેથી તગડી ફી માગી લો છો? તેના પર રાજકુમારે જવાબ આપ્યો કે, તેની ફિલ્મો ફ્લોપ થઇ શકે છે, તે પોતે નહીં. જણાવી દઇએ કે, ૧૯૯૪માં તેમની ફિલ્મ ‘બેતાજ બાદશાહ’ ફ્લોપ થઇ ગઇ.
આ ફિલ્મમાં શત્રુÎન સિન્હા, મુકેશ ખન્ના જેવા કલાકારોએ પણ રાજકુમાર સાથે Âસ્ક્રન શેર કરી હતી. બેતાજ બાદશાહ ફિલ્મની અસફળતા પર રાજકુમારે કહ્યું હતું કે, ‘હું જે પણ રોલ કરુ છું, તેની સાથે પૂરો ન્યાય કરુ છું.
હું તે ક્યારેય નથી વિચારતો કે હું તેમાં ફેલ થયો છું. ફિલ્મો ફ્લોપ થઇ શકે છે, હું નહીં. જ્યારે મારી ફિલ્મો ફ્લોપ થઇ જતી હતી તો પણ મારી ફી એક લાખ રૂપિયા વધી જતી હતી. રાજકુમારે કહ્યું હતું, મારા સેક્રેટરીએ પૂછ્યું હતું કે, રાજ સાહેબ ફિલ્મ તો ફ્લોપ થઇ ગઇ.
તમે એક લાખ વધારી રહ્યાં છો? મે જવાબ આપ્યો હતો કે પિક્ચર ચાલે કે ન ચાલે, હું ફેલ નથી થયો, તેથી ફી એક લાખ રૂપિયા વધશે. જણાવી દઇએ કે રાજ કુમાર છેલ્લે ૧૯૯૫માં ફિલ્મ ગોડ એન્ડ ગનમાં જોવા મળ્યા હતાં. ફિલ્મની રિલીઝના એક વર્ષ બાદ ૧૯૯૬માં ગળાના કેન્સરના કારણે તેમનું નિધન થઇ ગયું હતું.SS1MS