Western Times News

Gujarati News

ક્વોરી સંચાલકોના રાજય વ્યાપી હડતાલને ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન સંપૂર્ણ સમર્થન

રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશનની બેઠક યોજાઇ

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેની જેકે ક્વોરી ખાતે ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ એસોસિએશનની એક બેઠક યોજાઈ હતી.જેમાં સરકારના અન્યાય સામે ક્વોરી સંચાલકોએ રાજય વ્યાપી હડતાલને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું અને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલને મક્કમતાથી આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.

ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાની આગેવાની હેઠળ યોજાયેલ બેઠકમાં ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લા માંથી ક્વોરી સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે હડતાલને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

ંતેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશનની સુચના ના મળે ત્યાં સુધી સંપૂર્ણ કામગીરી બંધ રાખવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સરકાર એક બાજુ ગુજરાતમાં ઈસી બાબતે ૬૦ ટકા ક્વોરી સરકારે બંધ કરી છે અને વાયોલન્સમાં ૨૦ ટકા બંધ કરવા માંગે છે.જેની સામે સંચાલકો દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે, ગૌણ ખનીજમાં ઈસી ન હોવી જોઈએ,વર્ષ ૨૦૨૨ માં સરકારને આપેલા મુદ્દાઓનું કાયમી ધોરણે નિરાકરણ કરવાની માંગ થઈ હતી અને રોયલ્ટીની વિસંગતતા દૂર કરવા માટેની માંગણી છે, પરંતુ કોઈ માંગણી સરકાર સ્વીકારવા રાજી નથી,

ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા તથા ક્વોરી સંચાલકો સહિતના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨ માં કમિશનર,મંત્રીઓની ઉપસ્થિતિમાં લેખીત ખાતરી આપવામાં આવી હતી છતા આ પ્રશ્નનું નિરાકરણ આજદિન સુધી થયું નથી,

જેથી ન્યાય નહીં મળે ત્યાં સુધી સરકાર સામે ક્વોરી સંચાલકોનુ આંદોલન મકમતાપૂર્વક ચાલશે તેવો એક સુર ઉઠવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે ગત સપ્તાહે ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમની પડતર માંગણીઓ સંતોષવામાં આવે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.