Western Times News

Gujarati News

રાજપારડી – પડવાણીયાને જાેડતો માર્ગ બિસ્માર બનતા સાંસદને રજુઆત

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી પડવાણીયા વચ્ચેનો માર્ગ બિસ્માર હોઈ આ પંથકના ગ્રામજનોએ હાલાકિ ભોગવવી પડે છે.જેને લઈને આ પંથકના કેટલાક જાગૃત નાગરીકોએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને લેખિતમાં રજુઆત કરી હતી.

મળતી વિગતો મુજબ ધારોલીથી પડવાણીયા સુધીનો રોડ મંજુર થયો હોવાનું પણ રજુઆતમાં જણાવાયું હતું.આ રોડ રાજપારડીથી ધારોલીને જાેડતો રોડ છે.આ રસ્તાનો ઉપયોગ ૧૫ થી ૨૦ જેટલા ગામોના લોકો કરે છે.આ રોડ ૧૫ વર્ષ પહેલા બનેલ હતો અને તેના પરથી ભારે વાહનોની અવરજવરને લઈને રોડ બિસ્માર બની ગયો છે.

ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માત થાય છે.વધુમાં જણાવાયા મુજબ આ રોડની પહોળાઇ હાલ ૩.૭૫ મીટર જેટલી છે તેથી સાંકડા અને ખરાબ રસ્તાને કારણે કોઈવાર જીવલેણ અકસ્માત થવાની દહેશત રહેલી છે. ખરાબ રસ્તાને કારણે શાળા તેમજ કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ સમયસર પહોંચી શકતા નથી.

તેમજ ખરાબ રસ્તાને લઈને એમ્બ્યુલન્સને પણ આવવા જવામાં અગવડ પડે છે.તેમ જણાવી ગ્રામજનોએ સાંસદને રજુઆત કરીને આ બાબતે મદદરૂપ થવા માંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.