રાખી સાવંતે મા બનવાની ઈચ્છા વ્યક્ત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Rakhi-1024x576.jpg)
મુંબઈ, એક્ટિંગ ઈન્ડસ્ટ્રીની કોન્ટ્રોવર્શિયલ અને ડ્રામા ક્વીન રાખી સાવંત છેલ્લા કેટલાક મહિનાથી બિઝનેસમેન-બોયફ્રેન્ડ આદિલ ખાન દુરાની સાથેના રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. થોડા જ સમયના ડેટિંગ બાદ તેઓ મુંબઈમાં એક્ટ્રેસના ઘરમાં લિન-ઈનમાં રહેવા લાગ્યા છે.
રાખી અને આદિલ ઘણીવાર મુંબઈના રસ્તા પર હેંગઆઉટ કરતાં અને જિમ જતાં જાેવા મળે છે અને આ દરમિયાન જાે ફોટોગ્રાફર્સ મળી જાય તો તેમની સાથે મજેદાર વાતો પણ કરે છે. એક દિવસ પહેલા રાખી જ્યારે જિમ જઈ રહી હતી ત્યારે કેમેરામાં કેદ થઈ હતી.Rakhi Sawant expressed her desire to become a mother
આ દરમિયાન તેને લગ્ન અને ગુડ ન્યૂઝ વિશે સવાલ પૂછવામાં આવતાં જવાબ પણ આપ્યો હતો. રાખી સાવંત બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને ભાઈ માને છે.
તેણે ફોટોગ્રાફર્સ સાથે વાતચીત કરતાં કહ્યું હતું ‘સલમાન જી, તમે ક્યારે મામા બનશો? અરે તે તો મારા હાથમાં છે અને આદિલના પણ’. જ્યારે ફોટોગ્રાફર્સે કહ્યું કે ‘ખુશખબરી જલ્દી સંભળાવ સલમાન ભાઈને’, તો એક્ટ્રેસે જવાબમાં કહ્યું હતું ‘નહીં નહીં મારા હજી લગ્ન નથી થયા ને. આદિલ જે મૈસૂરનો છે, અમે એકબીજાને હજી ઓળખી રહ્યા છીએ.
પહેલા આદિલની બહેનના લગ્ન થશે પછી અમારી થશે. તેવું છે’. આલિયા ભટ્ટે જ્યારે પ્રેગ્નેન્સી જાહેર કરી ત્યારે રાખી સાવંતને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું, ‘મારા જીવનમાં તે ખુશખબરી ક્યારે આવશે? લગ્ન પહેલા આવે તો પણ ચિંતાની વાત નથી…જે દિવસે ખુશખબરી મળશે તેના બીજા જ દિવસે લગ્ન કરી લઈશ. તેવું પણ આજ કાલ થાય જ છે ને. પરંતુ તે ગુનો છે, ભગવાનની વિરુદ્ધ છે.
હું મસીહાને જન્મ આપીશ, જે બધાને સીધા માર્ગ પર ચાલવાનું શીખવશે. જણાવી દઈએ કે, રાખી સાવંતે અગાઉ રિતેશ સિંહ સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેણે રિયાલિટી શો બિગ બોસ ૧૫માં પણ ભાગ લીધો હતો.
જાે કે, શો ખતમ થયા બાદ તેમની વચ્ચે વિવાદ થયો હતો અને અલગ થયા હતા. રાખી સાવંતે રિતેશ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેના ચાર મહિના બાદ રાખી સાવંત આદિલ ખાનના પ્રેમમાં પડી હતી. જેણે તેને મ્સ્ઉ કાર આપીને પ્રપોઝ કર્યું હતું, તેમજ દુબઈમાં એક અપાર્ટમેન્ટ પણ ગિફ્ટમાં આપ્યો હતો.SS1MS