Western Times News

Gujarati News

મીડિયામાં જૂઠ્ઠાણું ફેલાવી રહી છે રાખી સાવંત

મુંબઈ, કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પૂર્વ પતિ રિતેશથી અલગ થયા બાદ બિઝનેસમેન આદિલ ખાન દુરાનીને ડેટ કરી રહી છે. અવારનવાર તે મીડિયા સામે પોતાના નવા બોયફ્રેન્ડ સાથે જાેવા મળે છે. વિવિધ મુદ્દા પર પ્રતિક્રિયા આપે છે અને આદિલ સાથે નખરાં કરતી જાેવા મળે છે. રાખી સાવંત આદિલ સાથેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે.

હાલમાં જ રાખીએ એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે આદિલની એક્સ-ગર્લફ્રેન્ડ રોશીના દેલાવરી પર બ્લેકમેલિંગનો આરોપ મૂક્યો હતો. જે બાદ રોશીના લાલચોળ થઈ હતી અને તેણે વિડીયો બનાવીને રાખીને પોલ ખોલી છે.

થોડા દિવસ પહેલા આપેલા ઈન્ટરવ્યૂમાં રાખી સાવંતે આરોપ મૂક્યો હતો કે, રોશીના તેને અને આદિલને ફોન કરીને આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે.

રાખીએ કહ્યું હતું, “હું અને આદિલ એકબીજાને પ્રેમ કરીએ છીએ પરંતુ તેની પૂર્વ પ્રેમિકા અમારી જિંદગી ખરાબ કરવા માગે છે. તે આદિલને ફોન કરીને સુસાઈડ કરવાની અને પ્રાઈવેટ ફોટો વાયરલ કરવાની ધમકી આપતી રહે છે. તે કહે છે કે આદિલ મારો ઉપયોગ કરી રહ્યો છે અને હજી પણ તેને પ્રેમ કરે છે.

હવે રાખી સાવંત કેટલું સાચું બોલી રહી છે અને કેટલું ખોટું તેનો પુરાવો રોશીનાએ આપ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલાય વિડીયો શેર કરીને પોતાનો પક્ષ મૂક્યો છે. સાથે જ રાખી સાથે થયેલી ચેટના સ્ક્રીનશોટ પણ મૂક્યા છે.

પહેલી ચેટમાં રાખી અને રોશીના વચ્ચેની સામાન્ય વાતચીત જાેવા મળે છે. જેમાં તેઓ એકબીજાને ઈદની શુભકામના પાઠવે છે. જે બાદ રોશીના રાખીને કહે છે કે, મેં તને ક્યારેય બ્લેકમેલ નથી કરી.

જવાબમાં રાખી કહે છે કે, હા તું સારી છોકરી છે. સામે રોશીના સવાલ કરે છે કે તેણે કેમ એવું કહ્યું કે બ્લેકમેલ કરી છે? ત્યારે રાખી ના પાડે છે પણ રોશીના કહે છે કે તે ઈન્ટરવ્યૂમાં આ વાત કહી છે.

આ પછી રાખીનો કોઈ જવાબ નથી આવ્યો. પછી રોશીનાએ વિડીયો બનાવ્યો છે. જેમાં તેણે કહ્યું, “રાખીએ મારા વિશે વિડીયોમાં વાત કરી છે તેમ મેં તેને બ્લેકમેલ નથી કરી અને ટોર્ચર પણ નથી કરી કે રાખી અને આદિલ માટે કોઈ સમસ્યા ઊભી થાય એવું કામ નથી કર્યું. તેમ છતાં ખબર નહીં કેમ રાખી કાયમ કહેતી રહે છે કે હું તેને બ્લેકમેલ કરું છું. હું તેને ટોર્ચર કરું છું, મુશ્કેલી પેદા કરું છું. હું આમાંથી કંઈ જ નથી કરતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.