મહારાષ્ટ્ર સાઇબર સેલે રાખી સાવંતને કયા કારણસર સમન્સ મોકલ્યું?

અલ્હાબાદિયા, આશિષ ચંચલાની અને રાખી સાવંતને પોલીસનું તેડું
(એજન્સી)મુંબઈ, સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગાટ લેટેન્ટ પર ચાલી રહેલાં વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે હવે રાખી સાવંતને સમન્સ મોકલવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સાઇબર સેલે ૨૭ ફેબ્રુઆરીના દિવસે રાખી સાવંતને પોતાનું નિવેદન આપવા માટે બોલાવી છે. જણાવી દઈએ કે, ૨૪ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર સાઇબર સેલે આશિષ ચંચલાની અને રણવીર અલ્હાબાદિયાને પણ તેમનું નિવેદન આપવા બોલાવ્યા છે.
આ સાથે જ સમય રૈનાને પણ બે સમન્સ મોકલવામાં આવી ચુક્યા છે. પરંતુ, હજુ સુધી તે પોલીસ સામે રજૂ નથી થયો. સમય રૈના દેશની બહાર હતો અને ૧૭ માર્ચ સુધીનો સમય માંગ્યો છે પરંતુ, મહારાષ્ટ્ર સાઇબર સેલે સમય આપવાનો ઈનકાર કરી દીધો છે.
સમગ્ર મામલે વાત કરતાં મહારાષ્ટ્ર રાઇબર સેલના આઈજી યશસ્વી યાદવે કહ્યું કે, મહારાષ્ટ્ર સાઇબર સેલે રાખી સાવંતને સમન્સ પાઠવ્યું છે. ૨૭ ફેબ્રુઆરીએ તેનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી છે. ૨૪ ફેબ્રુઆરીએ આશિષ ચંચલાની અને રણવીર અલ્હાબાદિયાને પણ તેમનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા છે. સમય રૈનાએ ૧૭ માર્ચ સુધીનો સમય માંગ્યો છે, જેને મહારાષ્ટ્ર સાઇબર સેલે આપવાનો ઈનકાર કરી દીધો છે.
બોલિવૂડની ડ્રામા Âક્વન નામથી ફેમસ રાખી સાવંત ઈન્ડિયાઝ ગાટ લેટેન્ટના એક એપિસોડમાં મહેમાન તરીકે સામેલ થઈ હતી. આ પહેલાં જાણકારી સામે આવી હતી કે, મહારાષ્ટ્ર સાઇબર સેલ ઇન્ડિયાઝ ગાટ લેટેન્ટના તમામ એપિસોડની તપાસ કરી રહી છે અને શોમાં સામેલ તમામ મહેમાનને પૂછપરછ માટે બોલાવી શકે છે.
રાખી સાવંતને પણ આ જ કારણે સમન્સ મોકલવામાં આવ્યું છે. આ શોના એપિસોડમાં ભારતી સિંહ પણ તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે સામેલ થઈ હતી, તેથી તેને પણ પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે.