રાખી સાવંતે બૉયફ્રેંડ આદિલને લગ્ન માટે પ્રપોઝ કર્યું

મુંબઈ, રાખી સાવંત તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને લીધે સતત ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ રાખીએ કહ્યું કે તે બિઝનેસમેન આદિલ ખાન દુર્રાનીને ડેટ કરી રહી છે. રાખી અને આદિલ અનેક પ્રસંગે એક સાથે જાેવા પણ છે.
તાજેતરમાં જ એક વિડિયો સામે આવ્યો છે,જેમાં રાખી પોતે જ આદિલને ફૂલ આપી લગ્ન માટે પ્રપોઝ કરતી જાેવા મળી રહી છે. આ વિડિયોમાં રાખી ફૂલનો એક ગુલદસ્તો લઈ આદિલને લગ્ન માટે પ્રપોઝ કરે છે. જાેકે, આદિલ તેનો જવાબ આપતો નથી. તેના જવાબમાં રાખી કહે છે- ‘લા મેરે ફૂલ વાપસ લા’.
ત્યારબાદ આદિલ રાખીને ગળે લગાવી લે છે. આમ તો અગાઉ પણ રાખી અને આદિલના અનેક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુક્યા છે. અત્યારે તો એમ જ કહેવામાં આવે છે કે રાખી અને આદિલ ફક્ત ચર્ચામાં આવવા માટે રિલેશનશીપનું નાટક કરી રહ્યા છે.
જાેકે તેમા કેટલી સચ્ચાઈ છે તે અંગે અત્યારે કંઈ પણ કહેવું તે ઉતાવળ જ હશે. આમ તો રાખી સાવંતે દાવો કર્યો હતો કે તેની આ અગાઉ રિતેશ સિંહ સાથે લગ્ન થયા હતા, જે ‘બિગ બૉસ ૧૫’ના ઘરમાં જાેવા મળ્યો હતો. જાેકે ત્યારબાદ રાખી અને રિતેશ વચ્ચે ખૂબ જ ઝઘડો થયો અને ત્યારબાદ રાખીએ કહ્યું કે તેના રિતેશ સાથે છૂટાછેડા થઈ ગયા છે.
તાજેતરમાં રાખી સાવંત અને આદિલ દુર્રાનીનું નવું ગીત ‘તૂ મેરે દિલ મેં રહને લાયક નહીં’ રિલીઝ થયું છે. શું તે આદિલ સાથે ડાંસ રિયાલિટી શોમાં ભાગ લેશે તો તેણે કહ્યું કે આદિલ મારો પ્રેમ, મારી જીંદગી, મારા શ્વાસ, મારો ડ્ઢદ્ગછ, મારું હૃદય છે. આદિલ મારા માટે બધુ જ છે.SS1MS