રાખી સાવંત હવે ફિલ્મમાં પોલીસની ભૂમિકા ભજવશે
મુંબઈ, બોલીવૂડની ‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત હવે પોતાની પર્સનલ સાઈડ કરી તેના કરિયર પર ફોકસ કરી રહી છે. રાખીએ પહેલા દુબઈમાં પોતાની એક્ટિંગ અને ડાન્સ એકેડમી ખોલી અને હવે તેના પર એક ફિલ્મ પણ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હશે. રાખી આ ફિલ્મમાં મહિલા પોલીસ ઓફિસરની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ વિશે રાખીના ભાઈ રાકેશ સાવંતે માહિતી આપી હતી.
રાકેશ સાવંતે રાખી પર બનનાર ફિલ્મનું ટાઈટલ પણ જાહેર કર્યું છે. રાખી સ્ટારર આ ફિલ્મનું નામ ‘રાઉડી રાખી’ હશે. રાખી આ ફિલ્મમાં એક પોલીસ ઓફિસરનું પાત્ર ભજવશે. આ ફિલ્મના ડાયરેક્ટર રાકેશ અને પ્રોડ્યુસર ગૌરવ હશે. રાકેશે જણાવ્યું હતું કે, ‘હા હું આ ફિલ્મ બનાવવા જઈ રહ્યો છું. રાખી એક રાઉડી છે. તે એવા લોકોને ક્યારેય નથી છોડતી જે તેના જીવનમાં પ્રોબ્લેમ ઉભી કરે છે.’ રાખીના પતિ આદિલ ખાન દુર્રાની વિશે રાકેશે કહ્યું કે, ‘ આદિલ સામેનો તેનો કેસ માત્ર તેનો એકલો નથી. તે એક મોટા કારણ માટે લડી રહી છે.’
રાખી સાવંત હાલમાં તેના પતિ આદિલ ખાનને જેલમાં મોકલવાને લઈને ચર્ચામાં છે. રાખીએ પતિ આદિલ પર બળાત્કાર, મારપીટ, છેતરપિંડી અને એક્સ્ટ્રા મેરિટલ અફેર જેવા આરોપો લગાવ્યા છે. રાખીનો દાવો છે કે આદિલે તેનો એડલ્ટ વીડિયો પણ બનાવ્યો છે. રાખીએ મે ૨૦૨૨માં આદિલ સાથે લગ્ન કર્યા હતા, જેની જાહેરાત રાખીએ લગ્નના ૭ મહિના પછી એટલે કે જાન્યુઆરી ૨૦૨૩માં કરી હતી.
જાહેરાતના થોડા દિવસો બાદ જ રાખીએ તેના પતિ આદિલ સામે પોલીસ કેસ કર્યો હતો અને ત્યારથી આદિલ જેલમાં છે. આદિલને મૈસૂર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે, કારણ કે રાખીના કહેવા પ્રમાણે, મૈસૂરમાં પણ તેની વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે. રાખી સાવંત પતિ સાથેના વિવાદ વચ્ચે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી રહી છે. SS2.PG