ચાર વર્ષમાં તૂટ્યા રાખીના એક્સ-બોયફ્રેન્ડના લગ્ન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Rakhi-1-1024x538.jpg)
મુંબઈ, રાખી સાવંતનો એક્સ-બોયફ્રેન્ડ અને એક્ટર અભિષેક અવસ્થી છેલ્લા બે વર્ષથી જીવનમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વ્યક્તિગત જીવન તેમજ પ્રોફેશનલ લાઈફ બંનેમાં મુશ્કેલીભર્યો સમય તેણે જાેયો છે. દુબઈમાં અભિષેકનો ડાન્સ સ્ટુડિયો શરૂ કર્યો તેના થોડા જ સમયમાં મહામારીના કારણે અધવચ્ચેથી બંધ કરી દેવો પડ્યો.
આટલું ઓછું હોય તેમ લગ્નના ચાર વર્ષમાં જ તેમાં પણ ભંગાણ પડ્યું. અભિષેકે વ્યવસાયે શેફ અંકિતા ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૮માં લગ્ન કરનારા અભિષેક અને અંકિતા અલગ થઈ ગયા છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી અલગ રહે છે અને હવે ડિવોર્સ માટે અરજી કરવાના છે.
અભિષેકે દુબઈમાં મારો ડાન્સ સ્ટુડિયો એકાએક બંધ કરી દેવો પડ્યો જેના કારણે મને મોટું નુકસાન થયું અને જિંદગીમાં ઉથલપાથલ સર્જાઈ. જ્યારે તમારી આર્થિક સ્થિતિ બગડે છે ત્યારે સૌથી પહેલો ઝટકો તમારા અંગત જીવનને લાગે છે.
હું ઈમોશનલી નબળો પડી ગયો હતો અને નાની બાબતો પણ મોટી મુશ્કેલી જેવી લાગવા માંડે છે પછી તેના ખરાબ પરિણામ આવે છે. મુશ્કેલ સમયમાં તમારો વસ્તુઓનો જાેવાનો દ્રષ્ટિકોણ અને પ્રતિક્રિયા બદલાઈ જાય છે. કપલના જીવનમાં પણ મુશ્કેલ સમય આવે છે પરંતુ તેઓ તેને કેટલી સમજદારી, સાથ અને સહકાર સાથે ઉકેલે તે જાેવાનું છે.
હા, એટલે એમ કહી શકું કે મારું લગ્નજીવન ગેરસમજણો અને સુસંગતતાના અભાવનો ભોગ બન્યું. જાેકે, અભિષેક અને તેની પત્ની વચ્ચેના સંબંધો હજી પણ સન્માનભર્યા છે અને તેઓ જરૂરિયાતના સમયે એકબીજાની પડખે રહે છે. તેણે કહ્યું, અંકિતા અને મેં જે સુંદર સમય વિતાવ્યો તેને હું ભૂલાવી ના શકું.
તે ખૂબ સારી જીવનસાથી રહી છે. જાેકે, સમયની સાથે ખાસ કરીને મહામારીના ગાળામાં અમને અહેસાસ થયો કે અમે એકબીજા માટે નથી બન્યા. એ વખતે જ સ્થિતિ બગડવા લાગી. અમે અમારા લગ્નજીવનને બચાવવાના પૂરતા પ્રયાસ કર્યા હતા. અમે એકબીજાને જાેઈતી સ્પેસ આપી પરંતુ તે પૂરતું નહોતું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું પત્નીથી અલગ થઈશ અને અમારો સુંદર સંબંધ ડિવોર્સ સુધી પહોંચી જશે.
અમારા બંનેમાંથી કોઈ ખોટું નથી માત્ર સમય અને પરિસ્થિતિ ખરાબ છે. મેં અને અંકિતાએ સંમતિપૂર્વક છૂટા પડતાં પહેલા કેટલાય મહિના મનોમંથન કર્યું હતું.
જીવનના આ કપરા સમય બાદ હવે અભિષેક વ્યક્તિગત અને વ્યવસાયિક બંને જીવનમાં નવી શરૂઆત કરવાની અપેક્ષા રાખી રહ્યો છે. છેલ્લે અભિષેક સીરિયલ ‘વાગલે કી દુનિયા’માં કેમિયો રોલમાં દેખાયો હતો. અભિષેકનું કહેવું છે કે, હવે તે એક્ટિંગમાંથી લાંબા બ્રેક નથી લેવા માગતો.SS1MS