રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું બીજું દીક્ષાંત સમારોહ 17મી ઓક્ટોબરના રોજ યોજાશે
17મી ઑક્ટોબર 2022ના રોજ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (રાષ્ટ્રીય મહત્વની સંસ્થા), ગૃહ મંત્રાલય,ભારત સરકાર, મુખ્ય અતિથિ માનનીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહની હાજરીમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની 2021-2022ની સ્નાતક બેચને ડિગ્રી અને મેરિટ ઇનામો એનાયત કરવા માટે બીજા દીક્ષાંત સમારોહનું આયોજન કરી રહ્યું છે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે અને વિશિષ્ટ સંબોધન કરશે.
યુનિવર્સિટી 319 વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવાની તૈયારીમાં છે જેમાંથી 23 ડિપ્લોમા વિદ્યાર્થીઓ, 123 અંડર-ગ્રેજ્યુએટ (યુજી), 126 પોસ્ટ-ગ્રેજ્યુએટ (પીજી), 44 પીજી ડિપ્લોમા, 1 એમ. ફિલ અને 2 પીએચ.ડી. વિદ્યાર્થીઓ છે. મુખ્ય મહેમાન, યુજી અને પીજી કોર્સના 10 વિદ્યાર્થીઓને
અને 2 પીએચ.ડી. વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠતા અને તેમના સંબંધિત અભ્યાસક્રમોમાં એકંદર પ્રદર્શનના આધારે યુનિવર્સિટી ગોલ્ડ મેડલ એનાયત કરશે. આ ઉપરાંત, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયર સેફ્ટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટડીઝ, બરોડા તરફથી 3 ફાયર ફાઇટર્સને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે.
અગાઉ, યુનિવર્સિટીએ 12મી માર્ચ 2022ના રોજ પ્રથમ દીક્ષાંત સમારોહનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત હતા.