Western Times News

Gujarati News

બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી

Files Photo

રાજ્યની જેલોમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

(એજન્સી)અમદાવાદ,ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનનું હિંદુ ધર્મમાં ખાસ મહત્ત્વ રહેલું છે. આ તહેવાર ભાઈ- બહેનોના પ્રેમનું પ્રતિક છે. ત્યારે આજે (૧૯મી આૅગસ્ટ) રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.

તો બીજી તરફ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ, સુરત લાજપોર મધ્યસ્થ જેલ, રાજકોટ મધ્યસ્થ જેલ અને વડોદરા મધ્યસ્થ જેલમાં ભાઈ બેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન બહેનોએ કેદીઓને રાખડી બાંધીતા જેલોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. જેલમાં બંદીવાન કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષોથી જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ પર પહોંચી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

સુરત લાજપોર મધ્યસ્થ જેલની અંદર યોજાયેલી રક્ષાબંધનના પર્વની ઉજવણી દરમિયાન ખૂબ જ લાગણીસભર અને હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ જ્યારે ભાઈને રાખડી બાંધી ત્યારે ભાઈ અને બહેન ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

તો બીજી તરફ આ દ્રશ્ય જોઈને તેમ હાજર પોલીસ બહેનો પણ રડી પડી હતી. વર્ષ ૨૦૨૩માં સુરતની લાજપોર મધ્યસ્થ જેલ દ્વારા સરકાર પાસેથી વિશેષ પરવાનગી મેળવી પ્રથમ વખત જેલમાં બંધ કેદીઓને રૂબરૂમાં મળી રક્ષાબંધનની પર્વની ઉજવણી ભાઈ બહેન કરી શકે તે પ્રકારનું આયોજન ગોઠવ્યું હતું.

એવા જ પ્રકારનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. જેમાં કાચા-પાકા કામના જેલમાં બંધ બંદીવાનોની બહેન દ્વારા આજે જેલની અંદર વિશેષ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.